Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

દોઢ મહિનાથી વડોદરા ભાગીને આવેલ નેપાળી  યુવતીનું પુનઃ સ્થાપન બાળ કલ્યાણ સમિતિએ કરાવ્યું

 શ્રી હરસિદ્ધિ એજ્યુકેશન ટ્રસ્ટ, ગર્લ્સ ઓબસર્વેશન   હોમ, સુભાનપુરા  , વડોદરા ખાતે ચંદ્રિકા (નામ બદલેલ છે ) જે મૂળ નેપાળની વતની છે. સદર  બાળકીની  માતા તેનુ લગ્ન  પોતાની ઉંમર કરતાં બમણી  ઉંમરના ,શારીરિક રીતે અપંગ તથા ડિવોર્સી પુરુષ સાથે જોર જબરજસ્તી કરવી આપતા હતા , જેનો દીકરીએ  વિરોધ કરેલ તથા પોતે એક નેપાળી યુવક રાજેશ  (નામ બદલેલ છે ) જે હાલ વડોદરા ખાતે એક હોટલમાં નોકરી કરતો હોય, તેને સાથે પ્રેમ સંબધ હોવાનું કબૂલ કરેલ તથા લગ્ન કારાવી આપવા વિનંતી કરેલ હતી. પરંતુ તેના વાલીને આ સબંધ  નામંજૂર હોય તેને બદજબરી થી લગ્ન માટે દબાણ આપતા હોય, તેથી  ચંદ્રિકા (નામ બદલેલ છે )પોતાના પ્રેમી સાથે વડોદરા ભાગીને આવી ગયેલ તથા અત્રે એક મંદિરમાં લગ્ન કરીને પતિ -પત્ની તરીકે સાથે રહેતા હતા.પરંતુ બંને નાબાલિક હોવાથી તેઓના લગ્નને બંને દેશની સરકાર મંજૂરી આપશે નહીં.

આ દીકરી ઉપરોક્ત સંસ્થામા તા. ૨૪-૦૮-૨૦૨૪ ના રોજ પોલીસ ધ્વારા સંસ્થામાં આશ્રયના હેતુથી મોકલી આપવામાં આવેલ. દીકરી સંસ્થામમા  રહેતી હતી , પરંતુ નેપાળ  એમબસ્સીના તથા ફાઉન્ડેર  હેલ્પ ક્રોસ સોસાયટી પત્ર પ્રમાણે દીકરીને તા. ૧૬-૦૯-૨૦૨૪ના રોજ લઈ જવાનો પત્ર આવેલ હતો.  જેથી  cwc, વડૉદરાના ચેરપર્સન  શ્રી  શંકરલાલ  ત્રિવેદીને અધ્યક્ષતા હેઠળ   તથા cwc, વડૉદરાના સભ્યો શ્રીમતી  ભારતીબેન બારોટ, શ્રી શૈલેશસિંગ પરમાર તથા સંસ્થાના ટ્રસ્ટી  શ્રી અશોકભાઈ  જોશી, અધિક્ષક હેતાશ્રી બ્રહ્મભટ્ટ  ની હાજરીમા  શ્રી વિશાળ થાપા -ફાઉન્ડેર  હેલ્પ ક્રોસ સોસાયટી, ચંદ્ર કુમારી મહતો- કાઉનસીલર -પીસ રિહૈબિલિટેશન સેન્ટર તથા રાસ નારાયણ રાય- સબ ઇન્સપેકટર નેપલ પોલીસ ને  સોંપવામાં આવેલ. હવે દીકરીને તેઓ નેપાળ  સરકાર હસ્તક આશરે સ્થાનમા લઈ  જશે અને ત્યાં તેની સારસાંભડ  રાખવામા આવશે.    

Share

Related posts

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત ‘એક પેડ માં કે નામ’ અભિયાનમાં સહભાગી થયા

gujaratjanekta

ફતેપુરા તાલુકાના પ્રાથમિક શાળાના શિક્ષકોના પગારમાંથી સંત તાલુકા ટીચર્સ કો.ઓ ક્રેડિટ સોસાયટી દ્વારા વધારાના નાણા કપાત કરતા ઉચ્ચ સ્તરે રજૂઆત

gujaratjanekta

ઝાલોદ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન કરવા આવતી ક્રૂઝર ગાડીને નડ્યો અકસ્માત તમામ ઇજાગ્રસ્તોને સંતરામપુર હોસ્પિટલમાં દાખલ કરાયા

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial