Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

મહીસાગર જીલ્લા પોલીસ વિભાગ દ્વારા વાહનચોરી અને મોબાઇલ ચોરીની ફરીયાદ અંગે “e – fir” એપ્લીકેશન માધ્યમનો શુભારંભ

સાહિલ શેખ – પત્રકાર

આધુનિક ટેક્નોલોજીની મદદથી વાહનચોરી અને મોબાઇલ ચોરીની ફરીયાદ નોંધાવવી સરળ બની છે. ભારત સરકારના ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ વરદ હસ્તે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત નવનિર્મિત રાજ્ય વ્યાપી Rolloute- Fir systemનો શુભારંભ કરવામાં આવેલ છે. ત્યારે ગુજરાત રાજ્યએ ઈ-એફ.આઈ.આર ની અનોખી પહેલ શરુ કરી છે.આ એપથી હવે વાહન/મોબાઇલ ચોરીની ફરિયાદ માટે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી.

ગુજરાત પોલીસની સિટીઝન પોર્ટલ અથવા સિટીઝન ફર્સ્ટ મોબાઇલ એપથી ગમે ત્યાંથી ઓનલાઇન ફરિયાદ નોંધાવી શકાય છે. ફરિયાદની કોપી પણ એપ પરથી મેળવી શકાય છે. 48 કલાકમાં પોલીસ ફરિયાદીનો સંપર્ક કરી બનાવની જગ્યાની મુલાકાત લેશે.નાગરીકોને ફરિયાદની તપાસની પ્રગતિ બાબતે SMS થી જાણ થશે. સાથે વીમા કંપનીને પણ જાણ થશે જેથી વીમો મેળવવામાં સરળતા રહેશે. 21 દિવસમાં તપાસ પૂર્ણ કરી કોર્ટમાં રિપોર્ટ મોકલવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા આ પહેલ કરવામાં આવતા મહિસાગર જીલ્લામાં પોલીસ વિભાગ દ્વારા આ એપ્લિકેશન કાર્યરત કરવામાં આવી છે. આ e- Fir એપ્લીકેશન જનજાગૃતિ અંગે મહિસાગર જીલ્લાના તમામ નાગરીકો માહિતગાર થાય અને તેઓને જરુરિયાત સમયે ઉપયોગી થાય તે હેતુસર મહિસાગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી દ્વારા સંતરામપુર આદિવાસી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વાહન, મોબાઈલ ચોરી માટેની જનજાગૃતિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો.

આ કાર્યક્રમમાં જિલ્લાના પોલીસવડા એસ.પી સહિત સંતરામપુરના પી.આઇ મછાર, પી.એસ.આઇ કલાસવા સતિષભાઈ મછાર, પોલીસ સ્ટાફ દ્વારા કાર્યક્રમ યોજીને માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલું હતું. કોલેજના પ્રોફેસર, આચાર્ય તેમજ 400 જેટલા વિદ્યાર્થીઓ સંતરામપુર નગરના વેપારી અગ્રણીઓ, વેપારી મંડળ, મહીસાગર જિલ્લાના પ્રમુખ દશરથસિંહ બારીયા, મોહનભાઈ દાદા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ કાર્યક્રમ દ્વારા આ e – Fir એપ્લીકેશનને સીટીઝન ફસ્ટ એપ ગુગલ પ્લે સ્ટોર / એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી વાહન ચોરી અને મોબાઇલ ચોરી અંગે ફરીયાદ કેવી રીતે કરી શકાય તેમજ અધતન તકનીકી સેવાઓનો ઘરે બેઠા લાભ લઇ શકે માર્ગદર્શન આપનાર છે. તેમ એક અખબારી યાદીમાં લુણાવાડા વિભાગ નાયબ પોલીસ અધિક્ષકશ્રીએ જણાવ્યું છે.

Share

Related posts

વૈકલ્પિક ધોરણે તાત્કાલિક ઝાલોદ શહેરમાં પાર્કિંગ વ્યવસ્થા ઉભી કરવા માટે આમ આદમી પાર્ટી દ્વારા માંગ કરાઈ

gujaratjanekta

વિજ્ઞાન ભારતી દ્વારા છઠ્ઠું રાષ્ટ્રીય અધિવેશન પુને માં યોજવામાંઆવ્યું

gujaratjanekta

ઝાલોદ તાલુકાના પેથાપુર ગામના તીર્થ જળસેવા મંડળ દ્વારા પગપાળા જતા માઇભક્તોની સેવા એટલે “જળસેવા”

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial