Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ..

બ્યુરો ચીફ કેતન ભટ્ટ.

દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત આર. એન્ડ એલ .પંડ્યા હાઈસ્કુલ અને શ્રીમતી એસ.એમ કૂંદાવાલા હાયર સેકન્ડરી સ્કૂલ દાહોદ માં ધોરણ -11 વિજ્ઞાન પ્રવાહમા પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓના સ્વાગતનો કાર્યક્રમ શાળાના આચાર્યા શ્રીમતી નિતીક્ષાબેન પટેલ ના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવ્યો હતો જેમાં તેમને શાળામાં વિદ્યાર્થીઓને આવકારતા સ્વાગત પ્રવચન કર્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય હેતુ માધ્યમિક વિભાગ માંથી ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં આવતા વિદ્યાર્થીઓને નવા વાતાવરણ, નવા અભ્યાસક્રમ તથા તેમાં આવતી મુશ્કેલીઓનો અને ભવિષ્યમાં કારકિર્દી ના નવા યોગ્ય વિકલ્પની સમજ આપવાનો હતો જે અંતર્ગત શાળાના શિક્ષક શ્રી કમલેશભાઈ લીમ્બાચીયા એ બાળકોને જીવ વિજ્ઞાન વિષય સાથે સંલગ્ન કારકિર્દીના વિકલ્પથી માહિતગાર કર્યા તથા તેના માટે જરૂરી આયોજનની સમજ સવિસ્તાર આપી હતી રસાયણવિજ્ઞાનના શિક્ષકશ્રી ઉમંગભાઈ દરજીએ બાળકોને અભ્યાસમાં પડતી મુશ્કેલીઓના નિરાકરણની સમજ આપી હતી, જ્યારે શ્રી ધર્મેશભાઈ લાલપુરીયા એ બાળકોને યોગ્ય કારકિર્દી પસંદ કરવા માટે માહિતી આપી હતી,તેમજ આભાર વિધિ કરી હતી. શ્રી સમીરભાઈ ચૌધરી એ બાળકોને કેડબરી દ્વારા મોઢું મીઠું કરાવી વિધ્યાર્થિઓનું શાળામાં સ્વાગત કર્યું હતું.

Share

Related posts

AAP નેતા રાઘવ ચઢ્ઢાએ કેજરીવાલ જેના ઘરે જમવા ગયા હતા તે ઓટો ડ્રાઇવરના ‘U Turn’ પર પ્રતિક્રિયા આપી હતી

gujaratjanekta

દાહોદમાં 108 ઈમરજન્સી સેવાએ પુનઃ એક વખત સેવાનો ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

gujaratjanekta

આયુષ્માન આરોગ્ય મંદીર ધાવડીયા ખાતે વિશ્વ વસ્તી દિન ની ઉજવણી અંતર્ગત લઘુ શિબિર યોજાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial