Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

લીમડી બજારમાંથી ચોરી થયેલ મોબાઇલ સાથે એક વ્યક્તિ ઝડપાયો

પંકજ પંડિત

ગોવિંદગુરુ લીમડી તાલુકાના પોલિસ મથકે રેડમી નોટ 10 એસ મોબાઇલ ચોરી થયેલ હોવાની ફરિયાદ નોંધાયેલ હતી તેના આધારે પી.આઈ કે.કે.રાજપૂત દ્વારા ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સના આધારે તપાસ આદરી હતી. ટેકનિકલ હ્યુમન સોર્સના આધારે ચોરાયેલ મોબાઇલ લીમડી બજારમાં હોવાનું માલુમ પડતાં પી.આઈ કે.કે. રાજપૂત તેમજ પી.એસ.આઇ કે.જી.મછાર પોલિસ સ્ટાફને સાથે રાખી લીમડી બજારમાંથી વિજય વિક્રમ ડીંડોરને રેડમી નોટ 10 એસ મોબાઇલ જેની અંદાજિત કિંમત 16000 છે તે મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડવામાં લીમડી પોલિસને સફળતા મળેલ હતી. આમ ગોવિંદગુરુ લીમડી બજારમાંથી મોબાઇલ ચોરીના અનડિટેક્ટ મોબાઇલને ડીટેક્ટ કરી આરોપીને ઝડપી પાડી ચોરી થયેલ મોબાઇલ રિકવર કરી ગુન્હો ડીટેક્ટ કરવામાં સફળતા મેળવેલ છે.

Share

Related posts

ઝાલોદ આંગણવાડી વર્કરો તેમજ બહેનો દ્વારા વિવિધ વિસ્તારોમાં જઈ પોષણ સુધા યોજના વિશે માહિતી આપવામાં આવી

gujaratjanekta

શિવરાજ સરકાર સામે કોંગ્રેસ લાવશે અવિશ્વાસ પ્રસ્તાવ, શિયાળુ સત્રમાં હંગામો થશે

Admin

સ્વતંત્રતાનો અમૃત મહોત્સવ રતનપુર(કાં) પ્રાથમિક શાળામાં યોજાયો – જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial