Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકાના ઘાવડીયા ગામે ચર્ચ પ્રેરિત કાર્યક્રમ રદ કરવા સ્થાનિક હિન્દુ આગેવાનો દ્વારા માંગ કરાઈ ગ્રામજનોના કહેવા મુજબ નોંધાયેલ ખ્રિસ્તી સંખ્યા ખૂબ ઓછી છે

પંકજ પંડિત

ઝાલોદ તાલુકાના ઘાવડીયા ગામ ખાતે 13-14-15 ઓક્ટોબર ચર્ચ પ્રેરિત પ્રોગ્રામ યોજાવાના છે.આ ત્રણ દિવસ ચર્ચ પ્રેરિત જે કાર્યક્રમ યોજાઈ રહેલ છે તેને લઈ ધાવડીયા ગામના સ્થાનિક જનજાતી સમાજ અને સંસ્કૃતિને નુકસાન થવાની સંભાવના ત્યાં રહેતા સ્થાનિકોને લાગી રહેલ છે. સ્થાનિક ગ્રામજનો જે જનજાતિ સમાજ માંથી આવે છે તેઓ ભોળા છે જેને લઈ લોભ લાલચ અને પ્રલોભન આપી આ ગામની જનતાને ગેરમાર્ગે દોરવામાં આવે છે. લોભ લાલચ અને અંધશ્રદ્ધાને લઈ આ ભોળો સમાજ તેઓની વાતોમાં આવી ધર્મ પરિવર્તન કરે છે તેવું ત્યાં રહેતા સ્થાનિકોનુ માનવુ છે. આ ભોળી પ્રજાને ગેરમાર્ગે દોરી આદિવાસી વિસ્તારમાં ધર્માંતરણ ખૂબ વધી ગયેલ છે.
ધાવડીયા ગામમાં કાયદેસર અને સરકારી રેકોર્ડ પર કોઈ ખ્રિસ્તી ધર્મ પાળતુ હોય તેવું સ્થાનિકોના ધ્યાનમાં નથી. આવા લોકો જે ખ્રિસ્તી ધર્મ પાળે છે તેઓ આદિવાસી સમાજનો ઉપયોગ કરી સરકારી સહાયનો પણ ઉપયોગ કરી સરકાર સાથે છેતરપીંડી કરી રહેલ છે. ગ્રામજનો એ લેખિત માંગ કરેલ છે કે જે ગામમા સરકારી રેકોર્ડ પ્રમાણે ખ્રિસ્તી ધર્મની વસ્તી નથી તો આવા ગામમાં ખ્રિસ્તીઓ ખોટી રીતે આવા પ્રોગ્રામો યોજી અહીંની પ્રજાને ગેરમાર્ગે દોરે છે તેવું સ્થાનિકોનુ માનવુ છે. જ્યા સરકારી રેકોર્ડ પ્રમાણે હિન્દુ વસ્તીનુ બાહુલ્ય છે તો આ ગામમાં આઠ જેટલા ખ્રિસ્તી ધર્મના આઠ જેટલા પાદરીઓ કેમ આવી રહેલ છે. આવી રહેલ આઠ પાદરીઓનો મુખ્ય આશય શું છે. આવા વેધક સવાલ સાથે સ્થાનીક લોકો દ્વારા પ્રાંત અધિકારીને એક લેખિત આવેદનપત્ર આપી આ પ્રોગ્રામ રોકવા માટે માંગ કરવામાં આવી હતી તેમજ આ ગામમાં ચર્ચો બંધાયેલ છે જે સરકારની મંજૂરી કે પરવાનગી થી બંધાયેલ છે કે નહીં તેની તપાસ કરવા માટે પણ સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી હતી. પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવા માટે ધાવડીયા ગામના સ્થાનિકો, ગ્રામજનો તેમજ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી આવેદનપત્ર આપવામાં આવેલ હતું.

Share

Related posts

કેવડીયા કોલોની સરકારી હાઈસ્કુલના ભુતપુર્વ વિદ્યાર્થીઓનો સ્નેહ મિલન સમારોહ સંમેલન એક્તા ઓડીટોરીયમ ખાતે યોજાયો

gujaratjanekta

આવતીકાલે પોલનબજાર ઉર્દૂ કન્યા શાળામાં ઉજવાશે શિક્ષક દિન

gujaratjanekta

ડિજિટલ મોબાઈલ App ના ઉપયોગ વિશેનો ટ્રેનિંગ સેમિનાર કાશ્મીરાબેન પાઠકના નિવાસસ્થાને યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial