Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ ધર્મ દર્શન / રાશિફળ

મહીસાગર જીલ્લાના લુણાવાડા ખાતે ગીરીબાપુની કથામાં ચોથા દિવસે શિવ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ

સંકેત પંડ્યા -જર્નાલિસ્ટ

શ્રાવણ માસના પવિત્ર મહિનામાં આજ રોજ સોમવાર ના દિવસે ખુબ મોટી સંખ્યામાં શિવભક્તો કથા સાંભળવા ઉપસ્થિત રહ્યા હતા. કહેવાય છે કે જેનો આરંભ કે અંત નથી એવા આદિ સ્વરૂપ ભગવાન મહાદેવની ભક્તિનો વિશેષ મહિમા શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં લુણાવાડાના મોટા સોનેલા ખાતે આઈ.ટી.આઈ સામે ક્રિસ્ટલ સ્કૂલ ની બાજુમાં ગીરીબાપુ ની શિવકથા સાંભળવા માટે શિવ ભક્તોનુ ઘોડાપુર ઉમટયા મંડપ ખીચોખીચ ભરાઈ ગયો.

કથા સાંભળવા માટે શહેરાના ધારાસભ્ય અને વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડ, શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના ઉપપ્રમુખશ્રી શૈલેષકુમાર ઠાકર, લેઉવા પાટીદાર સમાજ મહીસાગરના અધ્યક્ષ મહેશભાઈ પટેલ, રિલાયન્સ ગ્રુપના વાઇસ પ્રેસિડેન્ટ એન્ડ રિજનલ મેનેજર નિર્મલાબેન પંડ્યા, લુણાવાડા રાજવી પરિવાર માંથી સિધ્ધરાજસિંહ, શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ મહીસાગર જીલ્લા પ્રમુખ રાકેશભાઈ પંડ્યા, ગોપાલભાઈ મહેતા, ચંદુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

આજરોજ કથા મંડપમાં પાર્થેશ્વર શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી. શિવ કથા થકી મહાદેવનું જ્ઞાન વ્યાસપીઠ પરથી પીરસતા ગીરી બાપુની ત્રીજા દિવસે કથા સાંભળવા સમગ્ર રાજ્યમાંથી તેમના ભક્તોનું ઘોડાપુર ઉમટ્યુ હતુ. શિવ કથામાં પંચાક્ષર મંત્ર જાપ કરવાનો મહિમા સમજાવ્યો હતો.

ભગવાન ગણેશજીને યાદ કરતા પહેલા ઓમનો નાદ કરવો જોઈએ પંચાક્ષર મંત્રનો જાપ કરવો જોઈએ.દરેક મનુષ્યએ મંત્રનો જાપ કરવો જોઈએ. ભાવથી કરવો જોઈએ મંત્ર સુખ આપવા વાળો છે.આ મંત્ર કોઈપણ અવસ્થામાં જાપ કરવાથી ભગવાન શિવની પૂજા થયા બરોબર છે .બીજાનું હિત કરવું કલ્યાણ કરવું એ જ ભગવાનની શિવ પૂજા છે.કથા સાંભળીને શિવ નામનું બીજ રોપવાનો પ્રયાસ કરવો જોઈએ. કથાએ ભક્તિનો દિપક છે દીપક ને પ્રજ્વલિત કરો,કથાનો હેતુ બધાનું મંગલ કાર્ય થાય કલ્યાણ થાય. હૃદયમાં શિવ નામનું બીજ કથાથી અંકુરિત કરવાનું કામ છે.

જીવનમાં ક્યારેય કોઈનું પણ કામ કર્યું તે શિવ પૂજા છે તેવો મહિમા સમજાવતા ગીરીબાપુએ કથાના માધ્યમથી શ્રોતાઓને કહ્યુ કે મહાદેવ પર જળ ચઢાવવું તે અભિષેક છે પરંતુ કોઈની આંખમાંથી ટપકતા આંસુ લૂછવા તે શિવ પૂજા છે.આજે એકાદશી નો મહિમા સમજાવતા કહ્યું હતું કે ઉપવાસ કરવો જોઈએ જો ઉપવાસ ના થાય તો વિષ્ણુ ભગવાનનો હજાર નામનો પાઠ કરવો જોઈએ.હાલની પેઢી પોતાના જન્મદિવસ ઉપર દીપ બુજાવીને જન્મદિવસ મનાવે છે આપણે તો દીપ પ્રજવલિત કરવાવાળા છીએ દીપ દર્શન કરવાવાળા છે દીપ પ્રજ્જવલિત કરીને જીવનનો પ્રારંભ કરવો જોઈએ. દીપ એ શિવનું પ્રતીક છે ભગવાન શિવનું સ્વરૂપ છે તેમ જણાવ્યું હતું.

Share

Related posts

પાટણની ચારેય વિધાનસભા બેઠક પર ભાજપનો વોટશેર વધ્યો , કોંગ્રેસનો ઘટ્યો

Admin

ઓપન આદિવાસી એથલેટિક ટુર્નામેન્ટ ગોધરા ખાતે ડુંગરીની લખા ફળિયા પ્રાથમિક શાળા એ ભાગ લીધો.

gujaratjanekta

પર્યાવરણ સંરક્ષક તરીકે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર દાહોદના શિક્ષિકા બહેન શ્રીમતી નીલમબેન જાદવને પણ દાહોદ જિલ્લાનાં કો -ઓર્ડિનેટર તરીકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial