રાજ્ય સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય કીટ વિતરણ કરવામાં આવી* ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ છેલ્લા ૨૪ વર્ષમાં ગુજરાતના યુવાઓને સશક્ત બનાવવા અને તેમની બુદ્ધિ પ્રતિભા અને ક્ષમતાઓને તક મળે તેવા વાતાવરણનું નિર્માણ કરવા અનેકવિધ પ્રયાસો કર્યા છે. વડાપ્રધાનશ્રીના સુશાસનના ૨૪ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગુજરાતમાં તા.૦૭ ઓક્ટોબરથી ૧૫ ઓક્ટોબર સુધી ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. વિશ્વમાં સૌથી વધુ યુવા વર્ગ ધરાવતા ભારત દેશના યુવાનોમાં રહેલી પ્રતિભાને વડાપ્રધાનશ્રીએ નવી દિશા આપી છે.ધારાસભ્યશ્રી મહેશભાઈ ભુરીયાએ પ્રાસંગિક ઉદબોધન આપતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતો, યુવાનો, મહિલા, આદિવાસી બંધુઓ સહીત છેવાડાના તમામ લોકો સુધી વિકાસ પહોંચે છે એ માટે સતત પ્રયત્નો કર્યા છે. આદિવાસીઓના હિત માટે સરકારે અનેક પ્રયત્નો કર્યા છે. વિવિધ સરકારી યોજનાઓ ઘડી છે. એ સાથે તેમણે સ્વદેશી અપનાવવાની હાકલ કરી હતી.સાથે જ કહ્યું હતું કે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાથે મને કામ કરવાનું મોકો મળ્યો હતો જેને આજે હું ગર્વ અનુભવ છું. દેશની શાંતિ સલામતી અને સુરક્ષા સાથે દેશના વિવિધ ક્ષેત્રોમાં વિકાસલક્ષી કાર્યની કમાન સંભાળી ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત બનાવી દેશને મહાસત્તા તરફ લઈ જવા માટે મોદી સાહેબના નેતૃત્વમાં દેશ આગળ વધી રહ્યો છે.તાલુકા વિકાસ અધિકારીશ્રી કલ્પેશ ગઢવીએ વિકાસના કાર્યોની માહિતી આપતા જણાવ્યું હતું કે રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની જન કલ્યાણકારી યોજનાઓનો પ્રચાર પ્રસાર થાય અને જેને જરૂરિયાત હોય અને તેની પાત્રતા ધરાવતા હોય તેવા લાભાર્થીઓ સરકારશ્રી યોજનાઓનો લાભ મળે તે માટે વિકાસ સપ્તાહ અંતર્ગત વિવિધ યોજનાઓનો પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. સરકાર દ્વારા આપવામાં આવતી વિવિધ યોજનામા મળતી સહાય મેળવવા અનુરોધ કર્યો હતો.આ કાર્યક્રમમાં જિલ્લા હિસાબી અઘિકારીશ્રી કાપડીયા, વિસ્તરણ અધિકારીશ્રી પંચાયત કે .જી નાયક, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, પદાધિકારીશ્રીઓ , સરપંચશ્રીઓ ગામના આગેવાનો વડીલો, ICDSની બહેનો, સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

