Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

દશેરા અને દિવાળીના તહેવારોને ધ્યાને રાખી પંચમહાલ જિલ્લામાં ફુડ સેફ્ટી વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરાયું

સંકેત પંડ્યા – જર્નાલિસ્ટ

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર,ગોધરાના ફુડ સેફ્ટી ઓફિસરો દ્વારા દશેરા અને દિવાળીના તહેવારોને અનુલક્ષીને ખાદ્ય-પદાર્થોનું ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી ઘીનું ઉત્પાદન તથા વેચાણ કરતી પેઢીઓમાંથી કુલ 6 નમૂના લઇ સરકારી લેબોરેટરીમાં મોકલી આપેલ છે.

નવરાત્રી અને દશેરા નિમિત્તે ફુડ સેફટી ઓન વ્હીલ્સ (મોબાઈલ ટેસ્ટીંગ લેબોરેટરી ) દ્વારા મીઠાઇ, માવો, પ્રીપેર્ડ ફુડ, પાણી,ચટણી,બળેલું તેલ વગેરેના ૧૧૫ નમૂના સ્થળ પર જ તપાસ્યા હતા અને બિન આરોગ્યપ્રદ ૨૩૫ કિલો ખાદ્ય-પદાર્થોનો નાશ કરવામાં આવ્યો હતો. દશેરાને ધ્યાનમાં રાખીને ફાફડા-જલેબીનું વેચાણ કરતી દુકાનો તેમજ તંબુ વગેરેમાં ચેકિંગ કરીને બેકરી પ્રોડકટસના તેમજ ફાફડા-જલેબીના કુલ ૨૦ નમૂના લઇ તપાસ માટે રાજ્ય સરકારની લેબોરેટરીમાં મોકલી આપ્યા છે.

તંત્ર દ્વારા હજુ પણ દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખી મીઠાઇ-ફરસાણની દુકાનોમાં તપાસ કામગીરી ચાલુ રખાશે તેમ ડેઝીગ્નેટેડ ઓફિસરશ્રી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગોધરા-પંચમહાલ દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

Share

Related posts

મધ્યપ્રદેશના હલકી મનોવૃત્તિના IAS અધિકારી સંતોષ વર્માના બ્રહ્મસમાજ વિરુધ્ધના બોલાયેલા હલકટ શબ્દો સામે ગુજરાત બ્રાહ્મણ સમાજ વતી આકરો રોષ વ્યક્ત કરતા સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજના પ્રમુખ શૈલેશ ઠાકર – જાણો વધુ

gujaratjanekta

T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડીયાનું એલાન, રોહિત શર્મા કેપ્ટન, 15 ખેલાડીઓમાં કોને સ્થાન?

gujaratjanekta

મોબાઈલ પર પત્નીને ત્રણ તલાક આપતા પતિ સામે પોલીસ ફરિયાદ : જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial