Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકાના દાંતગઢ ગામે જંગલ ખાતાની જમીનમાં પશુઓ ચરાવવા માટે લાંચ લેતા બે વ્યક્તિ ઝડપાયા

પંકજ પંડિત

ઝાલોદ જંગલ ખાતાની જમીનમા અગ્યાર વ્યક્તિઓ પશુઓ ચરાવવા માટે જતા હતા ત્યારે સુરેશ દિલીપસિંહ બારડ, બીટગાર્ડ, પેથાપુર તેમજ સુનિલ રવજી પારગી ( ફોરેસ્ટ ખાતામાં રોજ મદાર) ટોડી ફળિયું, દાંતગઢ દ્વારા જંગલ ખાતાની જમીનમાં પશુ ચરાવવા માટે એક વ્યક્તિ દીઠ 2000 રૂપિયાની માંગણી કરેલ હતી. ત્યારે સુરેશસિંહ દ્વારા એક વ્યક્તિને પશુ ચરાવવા 1000 રૂપિયા લાંચ નક્કી કરી 11000 રૂપિયાની માંગણી કરેલ હતી. ત્યારે એક જાગૃત નાગરિક લાંચ આપવા માંગતા ન હોઈ આ અંગે એ.સી.બી પંચમહાલનો સંપર્ક કર્યો હતો. ફરિયાદીની ફરિયાદના આધારે એ.સી.બી પોલીસ ઇન્સ્પેક્ટર કે.વી.ડીંડોર દ્વારા સુપર વિઝન અધિકારી બી.એમ.પટેલના ( મદદનીશ નિયામક એ.સી.બી પંચમહાલ એકમ ગોધરા ) ના માર્ગદર્શન હેઠળ આજરોજ 26-09-2025 ના રોજ છટકું ગોઠવેલ હતું તેમજ 11,000 રૂપિયાની લાંચ મોબાઇલ ફોન થી રકમ સ્વીકાર્યાની હેતુલક્ષી વાતચીત કરી બને આરોપીઓ સુરેશસિંહ અને સુનિલભાઈ આ બંને એક બીજાના મેળાપીપણામા રહી છટકા દરમ્યાન પકડાઈ ગયેલ હતા.

Share

Related posts

સુઝુકી મોટર્સ ગુજરાત પ્રા..લી. બેચરાજી અમદાવાદ દ્વારા ITI ગોધરા ખાતે અપ્રેન્ટીશ તથા FTC કેમ્પસ ડ્રાઈવ યોજાઈ

gujaratjanekta

ઝાલોદ તાલુકામા બોર્ડની પરીક્ષા આપતા છાત્રોને પ્રાંત અધિકારી દ્વારા મોઢું મીઠું કરાવી પુષ્પગુચ્છ આપી કસોટી માટે શુભેચ્છા પાઠવી

gujaratjanekta

વિકસિત ભારત સંકલ્પ યાત્રા

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial