Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

સુરત જિલ્લાની વિવિધ શાળાઓમાં પોક્સો એક્ટની જાગૃતતા માટે કાનૂની જાગૃતિ શિબિર યોજાઈ

 સંકેત પંડ્યા – એડિટર

સુરત :- સુપ્રિમ કોર્ટના માર્ગદર્શન હેઠળ હાઇકોર્ટ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા સતત ૨૫ દિવસથી ચાલી રહેલા પોક્સો એક્ટ જાગરૂકતા અભિયાન ચાલી રહ્યું છે. જેના છેલ્લા ૨ દિવસોમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, સુરત જિલ્લા ન્યાયાલય અને સાર્થક યુવા મંડળના સંયુક્ત ઉપક્રમે સચિવ અને અધિક સિનિયર સિવિલ જજ એચ. વી. જોટાણીયા અને સુપ્રિટેન્ડેન્ટ ભરત સાવલિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લાની વિવિધ સ્કૂલો નવનિર્માણ વિદ્યાલય, જીવન ભારતી વિદ્યાલય, સુમન સ્કૂલ નં. ૧,૭,૮,૧૩,૨૩ ખાતે શિબિર યોજાઈ હતી.
                જેમાં પી.એલ.વી. અને સામાજિક કાર્યકર દીપક જયસ્વાલે કિશોરીઓ અને સ્ત્રીઓ પર થઇ થઇ રહેલા જાતીય સતામણીથી સુરક્ષા, પોક્સો એક્ટ અધિનિયમમાં સજાની ગંભીરતા, બાળ લગ્ન અને દીકરીઓને લગતી કલ્યાણકારી યોજનાઓ સહિત પોતાની કારકિર્દીની પ્રાથમિકતા આપવા ભાર મૂક્યો હતો. તેમજ વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબ અને ઈમરજન્સીમાં કેવી રીતે ૧૮૧ હેલ્પલાઇનની મદદ લઈ શકાય તે અંગે માહિતી આપવામાં આવી હતી.
             મહિલા સુરક્ષા માટે અને ઘરેલુ હિંસા જેવી ઘટના સમયે શું કરવું તે અંગે વિગતવાર જાણકારી અને ભવિષ્યમાં ક્યારે તાત્કાલિક મદદની જરૂર પડે તે અંગે જરૂરી માહિતીના પેમ્પલેટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
             બે દિવસીય વિવિધ શિબિરોમાં ચાઈલ્ડલાઈનના સીતા પરમાર, ૧૮૧ મહિલા હેલ્પલાઇન ઉમરા ઝોન ૧ ના ASI ગીતા પટેલ, કાઉન્સિલર સરલ ભોયા, કતારગામ ઝોન ૨ ના હેડ કોન્સ્ટેબલ દક્ષા ચૌધરી, કાઉન્સિલર ઈલાક્ષી ગામીત, તમામ શાળાના આચાર્યો સહિત શાળાના સ્ટાફ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા.

Share

Related posts

જમીનના બોગસ દસ્તાવેજ બનાવી એક કરોડ પડાવી પડાવ્યા: ચાર સામે ગુનો દાખલ

gujaratjanekta

ઝાલોદ હિઝબે બાબજી ગ્રુપ દ્વારા ગલીયાકોટ બાબજી શહિદના ઉર્સના મોંકે પર જતા આવતા દાઉદી વ્હોરા સમાજ ના લોકોની ખીદમત કરવામાં આવે છે

gujaratjanekta

મંતવ્ય ન્યુઝ અને નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે અંગદાન મહાદાનના ઉદ્દેશ સાથે સાયકલોથોન ગોધરા ખાતે યોજાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial