Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરા તાલુકાના બલૈયાથી ગરીબોને અપાતા સરકારી અનાજનો જથ્થો સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

ટાટા એસીઇ ટેમ્પો માંથી ઘઉંના સત્તાવીસ,બાજરીના પાંચ તથા ચોખાના બે કટ્ટા મળી કુલ 34 કટ્ટા ઝડપાયાફતેપુરાના બલૈયા ગામેથી આદિવાસી જાગૃત યુવા ટીમ દ્વારા કૌભાંડ ઝડપી જથ્થો ફતેપુરા પોલીસમાંસોંપાયોદાહોદજિલ્લામાંથી ફરીવાર ગરીબોને અપાતા સરકારી અનાજનો જથ્થો સગેવગે કરવાનું કૌભાંડ બલૈયા માંથી ઝડપાયું છે.છોટા હાથી ટેમ્પોમાં ભરી અનાજ ને સગેવગે કરવા જતા આદિવાસી જાગૃત યુવા ટીમ દ્વારા બલૈયા ગામેથી ઝડપી પાડ્યું હતું.અને આ જથ્થો કોના દ્વારા સગેવગે કરવામાં આવી રહ્યો હોવાની તટસ્થ તપાસ થાય તેવી માંગ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.બલૈયા ખાતે આવેલ એગ્રી બિઝનેસ સેન્ટર આગળથી સરકારી અનાજ ભરેલો ટેમ્પો ઝડપાયો હતો.સરકાર દ્વારા ગરીબોને કોળિયાના રૂપે અનાજ આપવામાં આવે છે.પંરતુ કેટલાક બે નંબરિયા ગરીબના કોળીયાનો પણ સોદો કરી નાખતા હોય છે.એક વખત નહિ પરંતુ અનેક વખત દાહોદ જિલ્લામાંથી સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાતું આવ્યું છે. ત્યારે આજે ફતેપુરાના બલૈયા ગામેથી અનાજ સગેવગે કરવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે.આદિવાસી જાગૃત યુવા ટીમે દ્વારા બલૈયા ખાતે આવેલ એગ્રી બિઝનેસ સેન્ટર પાસેથી સરકારી અનાજ ભરેલો ટેમ્પો ઝડપ્યો હતો. છોટા હાથી ટેમ્પો માંથી પાંચ દસ નહિ પરંતુ 34 ઘઉં,બાજરી અને ચોખા ભરેલી ગુણો મળી આવી હતી.જયારે આ બાબતે પોલીસને જાણ કરવામાં આવી હતી. અને ફતેપુરા તથા સુખસર પોલીસ ઘટના સ્થળે પોહોંચી હતી.અને છોટા હાથી ટેમ્પા સાથે રહેલો અનાજના જથ્થાને ફતેપુરા પોલીસ સ્ટેશનને લાવી પોલીસને સ્ટેશને સોંપવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. ઝડપાયેલા સરકારી અનાજના જથ્થાની વધુ તપાસ કરવા માટે આદિવાસી જાગૃતિ યુવા ટીમ દ્વારા ફતેપુરા પોલીસને લેખિત ફરિયાદ આપી હોવાનું જાણવા મળે છે.

Share

Related posts

પંચમહાલના ઇતિહાસમાં સૌ પ્રથમ : ગુજરાત મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં દુરબીનથી થયેલ કિડનીનું સફળ ઓપરેશન – જુઓ VIDEO

gujaratjanekta

દાહોદના શ્રીમતિ રેખાબેન પારગીએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત ખાતેથી પી.એચ.ડી. (Ph.D.)ની પદવી મેળવી

gujaratjanekta

શ્રી. બી. એમ. હાઈસ્કૂલ ઝાલોદમા ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial