Gujarat Jan Ekta
તાજા સમાચાર
Other

ઝાલોદ મહિલા મોરચા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતાના અપમાન કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ કરાઈ

પંકજ પંડિત

દાહોદ જિલ્લા ભાજપ મહિલા મોરચા પ્રમુખ મેધા પંચાલ, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા હાજર રહ્યાઝાલોદ નગરમાં આજરોજ 08-09-2025 સોમવારના રોજ સાંજે 4 વાગે ભાજપ મહિલા મોરચા દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતાનુ અભદ્ર ભાષાનો ઉપયોગ કરી અપમાન કરવામાં આવ્યું તેના વિરોધમાં બસ સ્ટેશન પર ભાજપ મહિલા મોરચાની બહેનો દ્વારા રાહુલ ગાંધી હાય હાય, મા કા અપમાન નહીં સહેવા હિન્દુસ્તાન, ભારત માતા કી જય,વંદે માતરમના નારા સાથે ગગન ગુંજાવી દીધેલ હતું.ભાજપ મહિલા મોરચાની તમામ બહેનો મામલતદાર કચેરી એક આવેદનપત્ર પત્ર આપતા માંગ કરેલ હતી કે બિહાર પ્રદેશમાં ઈન્ડિયા ગઠબંધનના મંચ ઉપર થી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિવંગત માતા વિશે અભદ્ર ટિપ્પણી કરેલ હતી જેના લીધે માતૃ શક્તિની લાગણી દુભાયેલ છે. જેથી ઈન્ડિયા ગઠબંધનના તમામ નેતાઓ દેશની માફી માંગે તેવી માંગ કરેલ હતી. આજના યોજવામાં આવેલ આ પ્રોગ્રામમાં દાહોદ જિલ્લા ભાજપ મહિલા મોરચા પ્રમુખ મેધા પંચાલ, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા તેમજ ઝાલોદ મહિલા મોરચા પ્રમુખ રીટાબેન સોલંકી , નગરપાલિકા પ્રમુખ રેખાબેન વસૈયા સહિત મહિલા મોરચાની બહેનો, નગરપાલિકા કાઉન્સિલરો, ભાજપ સંગઠન મોટા પ્રમાણમાં હાજર રહેલ હતા.

Share

Related posts

દાહોદના આદિવાસી પટેલિયા સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે કરાતી અનોખી પહેલ

gujaratjanekta

ઝાલોદ પોલીસ સ્ટેશન વિસ્તારના અપહરણના ગુન્હામા નાસતો ફરતો આરોપી તથા વોરંટના આરોપીઓને શોધી કાઢતી ઝાલોદ પોલીસ

gujaratjanekta

વડોદરા નેશનલ હાઈવે પર ટ્રેલર-બસની જોરદાર ટક્કર, 6ના મોત, 15 ઘાયલ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial