Gujarat Jan Ekta
તાજા સમાચાર
Other

ઝાલોદ નગરમાં 51 વર્ષ સુધી ગણપતિ સ્થાપના સતત કરી નગરને ધર્મ પ્રત્યે જાગૃતિ અપાવી એવા સ્વ : અંબા પ્રસાદ પૂરાણી

પંકજ પડિત

ઝાલોદ નગરમાં અંદાજીત 1952 મા ગણપતિ સ્થાપના કરવામાં આવી હતી. નગરમાં હિન્દુ ધર્મ જાગૃતિ તેમજ એકતા માટેનો પ્રથમ પ્રયાસ સ્વ : અંબા પ્રસાદ પૂરાણી દ્વારા કરવામાં આવ્યો તેવું કહીએ તો નવાઈ નહીં. મળતી માહિતી મુજબ ઝાલોદ લુહારવાડા વિસ્તારમાં હાલ ગણપતિ સ્થાપનનુ 73 મુ વર્ષ ચાલી રહેલ છે. અને લુહારવાડામા ગણેશ મહોત્સવ દરમિયાન ગણપતિની સેવા પૂજા કરનાર તેમજ નિત્ય કથા કરી નગરમાં ધાર્મિક વાતાવરણ ઉભું કરનાર પુરાણી સાહેબના હુલામણા નામથી જાણતા અને સહુના દિલમાં વસનાર પુરાણી સાહેબની યાદ જ્યારે પણ ગણેશ મહોત્સવ આવે છે ત્યારે અચૂક તેમની યાદ આવે છે.
સ્વં અંબાપ્રસાદ મૂળશંકર પુરાણી નો જન્મ 14 ફેબ્રુઆરી 1926 ના રોજ તે સમયના પંચમહાલ જિલ્લાના લુણાવાડા ખાતે થયો હતો.ચાર ભાઈઓમાં સૌથી મોટા એવા અંબા પ્રસાદ પુરાણીએ માત્ર 14 વર્ષની ઉંમરે પિતાનો વારસો ગુમાવ્યો હતો. શરૂઆતથી આધ્યાત્મિક પરિવાર હોવાના કારણે તેઓના ચાર ભાઈઓના નામ માતાજીના નામ પરથી જ હતા 1.અંબા પ્રસાદ 2.દુર્ગાપ્રસાદ 3.લક્ષ્મીપ્રસાદ અને 4. કાળકા પ્રસાદ. માત્ર 14 વર્ષની ઉંમરે પિતાનો વારસો ગુમાવ્યો હોવા છતાં હિંમત હાર્યા વગર જીવનમાં આગળ વધ્યા અને બરાબર તે જ વર્ષે ૧૪ વર્ષની ઉંમરે 1940 માં ગોધરા ખાતે સ્વતંત્રતા ચળવળમાં ભાગ લીધો અને ગોધરા ખાતે યોજાયેલા અધિવેશનમાં ,, હિન્દી હે હમ 40 કરોડ ,,ગીત ગાયું .
તેના પરિણામે અંગ્રેજોએ તેમના ખભા પર બંદૂક મારી અને ધરપકડ કરી અને જરા પણ ગભરાયા વગર અંગ્રેજોની સામે મુકાબલો કર્યો.
ત્યારબાદ પરિવારની જવાબદારી ઉપાડી ભણવાનું ચાલુ રાખ્યું અને તે જમાનામાં જ્યારે ભણતરનું કોઈ મહત્વ ન હતું ત્યારે એમ એ .એમ.એડ નો અભ્યાસ પૂર્ણ કર્યો અને કારકિર્દીની શરૂઆત મુંબઈ ખાતે પોલીસ અધિકારી તરીકે કરી ત્યારબાદ મુંબઈમાં રોગચાળો ફેલાતા વતન પરત ફર્યા અને ગોધરા ખાતે શિક્ષક તરીકે કારકિર્દી શરૂ કરી .ત્યારબાદ ગોધરા થી બી એમ હાઇસ્કુલ ઝાલોદ ખાતે શિક્ષક તરીકેની કારકિર્દીની શરૂઆત કરી અને વર્ષ 1984માં વય નિવૃત્ત થયા
શરૂઆતથી આધ્યાત્મિક હોવાના કારણે એ સમયે ઝાલોદમાં કોઈપણ ગણપતિ ઉત્સવ થતા ન હતા તે વસ્તુ તેમના ધ્યાને આવતા સૌપ્રથમ લુહારવાડા મિત્ર મંડળના સહયોગથી ગણપતિ ઉત્સવ શરૂ કર્યો અને લાગ લગાટ 50 વર્ષ સુધી ગણપતિ ઉત્સવ કર્યો. નિવૃત્તિ બાદ ખોડીયાર માતા મંદિરની સેવા શરૂ કરી અને જીવ્યા ત્યાં સુધી સેવા કરી અને ખોડીયાર માતા મંદિરના જીર્ણોદ્વારની કામગીરીમાં અગત્યનું યોગદાન આપ્યું
ત્યારબાદ તેઓને ગણપતિ ચોથ ના દિવસે જ અટેકનો હુમલા આવતા ડોક્ટરોએ ના પાડી કે હવે આપ આ પ્રકારના કામ બંધ કરો પણ ગણપતિ દાદા પ્રત્યે અથાગ શ્રદ્ધા હોવાના કારણે મારે ગણપતિના 51 વર્ષ પૂર્ણ કરવા છે તેમ કરી લુહારવાડા ખાતે દરજીની વાડીમાં 51 માં વર્ષે ગણપતિ ભગવાનની પૂજા પૂર્ણ કરી અને ત્યારબાદ તબિયત લથડતા દાહોદ ખાતે શર્માજીના દવાખાને એડમીટ થયા અને ગણેશ ચતુર્થી ના નવમા તા 04-09-2003 ના દિવસે તેઓ અટેકના હુમલાના કારણે મૃત્યુ પામ્યા પોતાનું મૂળ વતન લુણાવાડા હોવા છતાં તેમની ઈચ્છા હતી કે મારી કર્મભૂમિ ઝાલોદ છે જેથી મારા અંતિમ સંસ્કાર ઝાલોદ ખાતે જ કરવામાં આવે.આમ સંપૂર્ણ સમર્પણ અને સેવા ભાવના સાથે જીવન જીવ્યા.

Share

Related posts

પ્રધાનમંત્રી આદિ આદર્શ ગ્રામ યોજના હેઠળ સીસી રોડનું કામ મંજૂર કરવામાં આવ્યું

gujaratjanekta

ગોધરા શહેર બહાર જતા કોઠી સ્ટીલ ચોકડી પાસે બનાવવામાં આવેલ મહાકાય સ્પીડ બ્રેકર ખુદ અકસ્માતો સર્જે એવો છે

gujaratjanekta

ગુજરાતમાં ખેડૂતોની પનોતી બેઠી : કમોસમી વરસાદના કારણે ખેડૂત થયો બરબાદ !!

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial