Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News education

ઝાલોદ તાલુકાના પેથાપુર ગામના તીર્થ જળસેવા મંડળ દ્વારા પગપાળા જતા માઇભક્તોની સેવા એટલે “જળસેવા”

ઝાલોદ તાલુકાના તીર્થ નવયુવક મંડળ પેથાપુર તરફથી પેથાપુરથી અંબાજી જતા પગદંડી શ્રદ્ધાળુઓને પાણીની બોટલ આપી સેવા કરતા નજરે પડે છે)ઝાલોદ તાલુકાના પેથાપુર ગામના તીર્થ જળસેવા મંડળ દ્વારા વર્ષ 2024 થી શરૂ કરેલ જળ સેવા બીજા વર્ષમાં મંગળ પ્રવેશ સાથે નવા નામ ”તીર્થ જળસેવા મંડળના” બેનર હેઠળ પગપાળા જતા શ્રદ્ધાળુઓનેપાણીની બોટલ આપી અનોખી સેવા કરતા જોવા મળી રહ્યા છે કોઈક વિસામો થકી કોઈક પગપાળા જતા શ્રદ્ધાળુઓને જળ સેવા રથ દ્વારા સેવા કરતા અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ભાદરવા માસમાં દાહોદ જિલ્લાના તેમજ રાજસ્થાન અને મધ્યપ્રદેશ રાજ્યના વિવિધ જિલ્લામાંથી મંડળો સંઘો દ્વારા પગપાળા અંબાજી જતા હોય છે જેમાં માર્ગમાં શ્રદ્ધાળુઓને તમામ સુવિધાઓ મળી રહે તે માટે વિવિધ મંડળો દ્વારા ભોજન ચા નાસ્તા ની સુવિધાઓ જોવા મળી રહેલ છે પગદંડી જતા શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ના પડે તે રીતે તીર્થ જળસેવા મંડળ દ્વારા ૧૧૦૦૦(અગિયાર હજાર) પાણીની બોટલો “જળ સેવા રથ” થકી પેથાપુરથી અંબાજી માર્ગમાં શ્રદ્ધાળુઓને આપીને જળસેવા કરતા નજરે જોઈ શકાય છે માં અંબાના ધામમાં જતા પદયાત્રીઓને ઉત્સાહમાં વધારો કરતા બોલ માડી અંબે… જય જય અંબે… ના નાદ સાથે સેવા કરતા નજરે પડે છે.

Share

Related posts

એકલવ્ય મોડેલ રેસી. સ્કૂલ વેજલપુરના વિદ્યાર્થીઓ રાજ્યકક્ષાએ સ્પોર્ટ્સ મીટમાં મોટી સફળતા – જાણો વધું

gujaratjanekta

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગોધરામાં વી વુમન વન્ડર ક્લબની ટીમ દિવ્યાંગ બાળકોની મુલાકાતે – જાણો વધુ

gujaratjanekta

ગોધરા શહેર ના પશ્ચિમ વિસ્તાર મા ચાલતી સોફ્ટ ડ્રિંક્સ કંપની ઉપર વહીવટી તંત્ર નો એક્શન ક્યારે???

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial