Gujarat Jan Ekta
તાજા સમાચાર
Other

” માંડવી સ્પંદન સ્પોર્ટસ એકેડેમીનાં રમતવીરો એ જીલ્લા કક્ષાએ કૌવત બતાવ્યું “

માંડવી:-

કચ્છ જિલ્લા S.G.F.I. (સ્કલૂ ગેમ ફેડરેશન ઓફ ઈન્ડિયા) દ્વારા આયોજિત વિવિધ રમતો, લોન ટેનિસ અને બેડમિન્ટનમાં સ્પંદન સ્પોર્ટ્સ એકેડેમી, માંડવીના બાળકોએ જુદી જુદી કેટેગરીમાં પોતાનું હીર ઝળકાવીને માંડવીને ગૌરવ બક્ષ્યું છે.

લોન ટેનિસ ગર્લ્સ અંડર-૧૪ માં પ્રથમ નંબરે સાત્વિ પરાગ મર્દાનિયા, બીજા નંબરે જેન્સી પટેલ તેમજ ત્રીજા નંબરે ઝારા ખોખરવાલા અને ત્રિશા ચારણે મેદાન માર્યુ હતું,

ગર્લ્સ અંડ૨-૧૯ માં જેન્સી પટેલ ત્રીજા નંબરે રહ્યા હતા. બોયઝ અંડર-૧૪ માં વ્યોમ ધોળું બીજા નંબરે તેમજ અંડર-૧૭ માં હિતાર્થ પિત્રોડા પાચં મા નંબરે રહ્યા હતા. બેડમિન્ટન બોયઝ અંડર-૧૯ માં એકલ વાડાએ બીજો નબંર પ્રાપ્ત કર્યો હતો. ખેલાડીઓ કચ્છ જિલ્લા લેવલે સ્થાન મેળવી હવે રાજ્ય કક્ષાએ રમવા માટે જશે, લોન ટેનિસની સ્પર્ધા માંડવીમાં અને બેડમિન્ટનની સ્પર્ધા ગાંધીધામ મધ્યે યોજાઇ હતી.

ખેલાડીઓની સફળતા માટે એકેડેમીના ચેરમને ડો.પરાગ મર્દાનિયા ડો. લાલજી વાઘજીયાણી અને શિવજીભાઈ આહીરે શુભેચ્છાઓ પાઠવી હતી. શૈલેષ મડિયારે દીપ પ્રાગટ્ય કરીને સમારંભને ખલ્લુ મક્યુ હતું અને ટોસવિધિ કરી હતી. ટુર્નામેન્ટના સફળ આયોજન માટે અરવિંદ સંઘાર, ગૌરવ રાજગોર, શાતિંલાલ પટેલે ફાળો આપ્યો હતો.

Share

Related posts

“ભુજના કલાકારે ગણપતીને રિઝવવા સતત 11.15 કલાક નોન-સ્ટોપ ઢોલ વગાડી અનોખી સાધના કરી”

gujaratjanekta

ઝાલોદ તાલુકાના રાજસ્થાન બોર્ડર નજીક અનાસ ગામના ભુવનેશ્વરી માતાના મંદિરે વિધર્મીઓના ઈશારે ચોરી કરવા આવતા બે ચોર ઝડપાયા

gujaratjanekta

વન વિભાગ દ્વારા 74 માં જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણીનો કાર્યક્રમ દેવગઢ બારીયા ખાતે ઉજવાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial