Gujarat Jan Ekta
તાજા સમાચાર
Other

ઝાલોદ આઈ.ટી.આઈ ત્રણ રસ્તા નજીક ફોર વ્હીલર અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત બાઇક સવાર ઘાયલ

પંકજ પંડિત

ઝાલોદ સાયન્સ કોલેજની પાછળ રહેતા માંગીલાલ રામજીલાલ વણઝારા અને તેમના પુત્ર સુનિલ પોતાની પ્લેટીના મોટર સાયકલ GJ-17-AD-5331 લઈ ઝાલોદ થી પોતાનું અંગત કામ પતાવી પોતાના ઘરે પરત જઈ રહેલ હતા તે આઈ.ટી.આઈ સામે આવેલ ત્રણ રસ્તા પાસે સાઈડમાં બાઇક મૂકી માંગીલાલ બાઇક પર થી ઉતરી બાથરૂમ કરવા ગયેલ અને તેમનો પુત્ર સુનિલ બાઇક પર બેઠો હતો ત્યારે અચાનક એક કાળા કલરની કાર GJ-20-AQ-6462 પૂરઝડપે આવી બાઇકને અડફેટે લીધી હતી. પૂર ઝડપે આવેલ કારની અડફેટે બાઇક પર બેસેલ સુનિલને શરીરના ભાગો પર ગંભીર ઇજા થયેલ હતી. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા ઇજાગ્રસ્ત યુવાન સુનિલને ઝાલોદ સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ હતો ત્યાં પ્રાથમિક સારવાર બાદ આ ઇજાગ્રસ્ત યુવાનને વધુ સારવાર માટે દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવેલ હતો. ઇજાગ્રસ્ત યુવકના પરિવારજનો દ્વારા કાર ચાલક વિરૃધ્ધ ગુનો નોંધાવી પોલિસ ફરિયાદ કરવામાં આવેલ છે.

Share

Related posts

ઝાલોદ અને ગુરુ ગોવિંદ લીમડી તાલુકાની સસ્તા અનાજના સંચાલકો દ્વારા પડતર માંગણીઓ ને લઈ મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપ્યું

gujaratjanekta

શિક્ષક દિન નિમિત્તે અમન ડે સ્કુલ ગોધરા ખાતે શિક્ષકોનું બહુમાન કરવામા આવ્યુ

gujaratjanekta

વડોદરા શહેરના નિઝામપુરામાં રેસિડેન્સીયલ વિસ્તારમાં આવેલ ઇરીગેશનની ઓફિસમાં આગ લાગી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial