Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદ જિલ્લામાં રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્ર્રધ્વજના સન્માનમાં સ્વતંત્રતા સપ્તાહ હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા અભિયાન અંતર્ગત જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઈ હતી.

સોલંકી કિશોરસિંહ,

દાહોદ જિલ્લામાં રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણી
બસ સ્ટેશન દાહોદથી જિલ્લા કલેકટરશ્રી અને જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીએ તિરંગા યાત્રાને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. બસ સ્ટેશનથી શરૂ થયેલી આ તિરંગા યાત્રા દાહોદ શહેરના મુખ્ય માર્ગ પર ફરીને છાબ તળાવ ખાતે આવી સમાપન કરવામાં આવ્યું હતું.ઉપસ્થિત સૌ એ રાષ્ટ્રગાન કરી તિરંગા યાત્રાનું સમાપન કર્યું હતું. શહીદોને સમર્પિત તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો સહભાગી બન્યા હતા. રાષ્ટ્રના વીર સપૂતોના અમર બલિદાનને વંદન કર્યું હતું.આ તિરંગા યાત્રામાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્મિત લોઢા, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજદીપસિંહ ઝાલા, પ્રાયોજના વહીવટ દાર શ્રી દેવેન્દ્ર મીના, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી કરણસિંહ ડામોર, અધિક નિવાસી કલેકટરશ્રી, દાહોદ ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરી, સહિત દાહોદ જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ દાહોદના શહેરીજનો, પોલીસ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ વિદ્યાર્થીઓ તિરંગા યાત્રામાં જોડાયા હતા.

Share

Related posts

ખેતરમાં માસુમ બાળક પર પત્થરના ઘા કરી હત્યા કરાઈ – જાણો વધુ

gujaratjanekta

“કરછી ગુર્જર લુહાર સમાજ માંડવી સંચાલિત શ્રી વિશ્વકર્મા લુહાર યુવક મંડળ દ્વારા 21મો ભવ્ય સરસ્વતી સન્માન સમારોહ યોજાયો”.

gujaratjanekta

અમદાવાદમાં મારામારી દરમિયાન કરવામાં આવ્યું ફાયરિંગ, પોલીસ દ્વારા 9ની અટકાયત

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial