Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરા તાલુકામાં આદિવાસી દ્વારા આપેલા બંધના પગલે વેપારીઓ દ્વારા ધંધા રોજગાર બંધ રાખી સમર્થન આપ્યું

ફતેપુરા  શબ્બીરભાઈ સુનેલવાલા

અનાજ માર્કેટ પણ સંપૂર્ણ બંધ રાખવામા આવ્યું હતું
આવશ્યક સેવાઓ દવાખાનાઓ અને મેડિકલ સ્ટોર ખુલ્લા રહ્યા હતાઆદિવાસી સમાજ દ્વારા ભારત બંધનું એલાન આપ્યું છે ત્યારે આ બંધ સફળ થાય તે માટે ફતેપુરા તાલુકાનાં વેપારીઓ દ્વારા ધંધા રોજગાર બંધ રાખીને આદિવાસીના બંધના સમર્થનને સમર્થન આપ્યું હતું ભારતીય સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા આદિવાસી અને દલિત સમુદાયના અનામતના સંદર્ભે પેટા જાતિનું વર્ગીકરણ કરવા તેમજ કિમિલીયર લાગુ કરવા બાબતે આપવામાં આવેલા ચુકાદાના વિરોધમાં ભારત 21 ઓગસ્ટના રોજ આદિવાસી તેમજ દલિત સમાજ દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું આ એલાનના પગલે ફતેપુરા તાલુકાના ફતેપુરા નગર બલૈયા આફવા સુખસર ગામના વેપારીઓ દ્વારા પોતાના ધંધા રોજગાર જડબેસલાક  બંધ રાખીને આદિવાસી સમાજ દ્વારા આપેલા બંધના એલાને સમર્થન આપ્યું હતું આદિવાસી સમાજના આ બંધના એલાનને વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક બંધ રાખીને આદિવાસી સમાજ સાથે કદમથી કદમ મિલાવીને પોતાના ધંધા રોજગાર બંધ રાખી સમર્થન આપ્યું હતું ફતેપુરા જડબેસલાક  બંધ રહેતા ફતેપુરા તાલુકાના આદિવાસી અગ્રણીઓ દ્વારા નગરના વેપારીઓનો આભાર માન્યો હતો

Share

Related posts

દાહોદ નગરમાં સ્વસહાય જુથની મહિલાઓ દ્વારા નવરાત્રીને લગતી કલાત્મક વસ્તુઓનું સાત દિવસ સુધી થશે વેચાણ

gujaratjanekta

લીમખેડાડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવા લીમખેડા ની મુલાકાતે

gujaratjanekta

ઝાલોદ તાલુકાના ડુંગરી ગામે પ્રાથમિક શાળામાં આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial