Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ અગ્રવાલ સમાજ મહિલા મંડળ દ્વારા શ્રાવણ માસ નિમિતે આશ્રમ શાળાની કન્યાઓને ભોજન પ્રસાદી આપી

પંકજ પંડિત

ઝાલોદ નગરનું અગ્રવાલ સમાજ દાન, ધર્મ તેમજ સેવાકીય પ્રવૃત્તિઓમા હંમેશ આગળ રહેતું હોય છે. નગરના દરેક ધાર્મિક કે નગરને પ્રેરણા આપતા કોઈ પણ કાર્યક્રમોમા ઉદાર હાથે પ્રવૃત્તિ કરી હંમેશ આગળ રહેતા હોય છે. કોઈ પણ ધાર્મિક સેવાકીય પ્રવૃત્તિ કરવામાં મોખરે રહી નગરમાં સહકાર આપતા રહેલ છે. હાલ શ્રાવણ માસ ચાલી રહેલ છે ત્યારે ભોળાનાથ ભગવાનની સેવા પૂજા તેમજ નગરના ધાર્મિક કાર્યક્રમોમા સાથ સહકાર આપી નગરમાં દરેક ધાર્મિક કાર્યક્રમો સુંદર થાય તેવી ભાવના સાથે સેવાકીય પ્રવૃત્તિ કરતા રહેતા હોય છે.કુંવારી કન્યાઓની પૂજા કરી તેમાં દેવી દેવતાના વાસ હોય તેવું દરેક સનાતન ધર્મ સાથે જોડાયેલ હિન્દુ સમુદાય માને છે. શ્રાવણ માસના પવિત્ર સોમવારના દિવસે અગ્રવાલ સમાજની મહિલાઓ દ્વારા શ્રી રામજાનકી ઉત્તર બુનિયાદી આશ્રમશાળા ( દેવજીની સરસવાણી) મુકામે જઈ ત્યાં અભ્યાસ કરતી કન્યાઓને ભોજન પ્રસાદી કરાવી કન્યા ભોજનનો લાભ લીધો હતો.

Share

Related posts

ઝાલોદ ગોયલ પેલેસ પાસે પાર્ક કરેલ ક્રૂઝર ફોર વ્હીલર ગાડી ઘરના આંગણા માથી રાત્રી દરમ્યાન ચોરી થઈ

gujaratjanekta

ફતેપુરા તાલુકા તાલુકા કક્ષાનું સ્વગાત કાર્યક્રમ યોજાયો સ્વાગત કાર્યક્રમમાં અરજદારો દ્વારા સાત પ્રશ્નો અને સાતે સાત પ્રશ્નોનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો

gujaratjanekta

ઝાલોદ પોલીસ દ્વારા તેરા તુઝકો અર્પણ અંતર્ગત 11 મોબાઈલ 2,11,989 રૂપિયાના મોબાઈલ મૂળ માલિકોને પરત અપાયાડી.વાય.એસ.પી ડી.આર.પટેલના હસ્તે પરત કરાયા

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial