Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નગરમાં શ્રાવણના પહેલા સોમવારે શિવાલયો હર હર મહાદેવના નાદ થી ગુંજી ઉઠયા

પંકજ પંડિત

આજે શ્રાવણ મહિનાના પહેલા સોમવારે નગરના મહાદેવ મંદિરોએ ભાવિક ભક્તો મોટા પ્રમાણમાં દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. નગરના સોમનાથ મહાદેવ મંદિર, તળાવ કિનારે આવેલ રામેશ્વર મંદિર, ડી.વાય.એસ.પી કચેરી એ આવેલ મહાદેવ મંદિર , વણકતલાઈ હનુમાનજી મંદિર, ગીતા મંદિર, રામદ્વારા મંદિર, તાલુકા પંચાયત સામે આવેલ મહાદેવ મંદિર, મુવાડા રામજી મંદિર તેમજ નગરના દરેક શિવાલયો હર હર મહાદેવના નાદ ગુંજી ઉઠયા હતા. તેમજ ભાવિક ભક્તો ભક્તિમાં મહાદેવની ભક્તિમાં લીન જોવા મળતા હતા.નગરના ભાવિક ભક્તો બીલીપત્ર , દૂધ, દહીં લઈ નગરના મહાદેવ મંદિરે પૂજા અર્ચના કરવા પહોંચી ગયેલ હતા. શ્રાવણનો મહિનો પવિત્ર માસ હોવાથી ભાવિક ભક્તો આજના દિવસે વ્રત રાખી મહાદેવની આરાધના કરતા હોય છે. શ્રાવણ મહિનામા તેમજ વિશેષમાં સોમવારના દિવસે મહાદેવની ભક્તિ કરવા થી સહુ ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે તેવું ભાવિક ભક્તોનું માનવું છે. શ્રાવણ મહિનો ભગવાન ભોળાનાથની આરાધના માટે જાણીતો છે તેમાં પણ વિશેષમાં સોમવારના દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી ભોળાનાથના વિશેષ આશીર્વાદ મળતા હોય છે. ભગવાન શિવના દર્શન અને મનોકામનાઓની પૂર્ણતા માટે અહીં આવતા ભક્તોની સંખ્યામાં ખાસ વધારો નોંધાયો હતો. શ્રાવણ માસમાં પરંપરા મુજબ સનાતન સંસ્કૃતિ મુજબ પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે. નગરના મંદિરોમાં શ્રદ્ધાથી પૂજા આરાધના શિવજીને ઝડપથી પ્રસન્ન કરવા તેમજ ભક્તોની મોનોકામનાઓ પૂર્ણ થાય તે માટે શિવભક્તિથી કરી મંદિર પરિસર થી વાતાવરણ ગુંજી ઉઠેલ હતો. શ્રાવણના પવિત્ર સોમવારના દિવસને દિવ્ય ભક્તિભાવ સાથે ભાવિક ભક્તો એ ઉજવણી કરેલ હતી.

Share

Related posts

“માંડવીના ગોધરા ગામે ૧૩.૧૮ કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરાયું”

gujaratjanekta

સદભાવના મિશન ક્લાસ બહારપૂરા ગોધરામા નેશનલ સાયન્સ ડેની ઉજવણી કરવામાં આવી

gujaratjanekta

ઝાલોદ ઘટક–૧ના તમામ આંગણવાડી કેન્દ્રોમાં સુપોષણ સંવાદની ઉજવણી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial