Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

કપાસ પાકના આગોતરા વાવેતર માટે ખેડૂતોએ ધ્યાનમાં રાખવાની બાબતો – જાણો વધુ

હવામાન વિભાગના વરતારા મુજબ આગામી ચોમાસુ સીઝન તા.૧૯ મી જુનથી રાજ્યમાં શરૂ થવાનો વરતારો કરવામાં આવ્યો છે. પીયતની સગવડતા હોય તેવા ખેડૂતોએ કપાસ પાકનું આગોતરુ વાવેતર કરવું જોઈએ અન્યથા પાક ઉત્પાદનમાં અસર થવાની શક્યતા રહે છે. બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો.

બિયારણની ખરીદી સમયે વેપારી પાસેથી તેનું લાયસન્સ નંબર, પુરુ નામ, સરનામું અને જે બિયારણ ખરીદેલ હોય તેનું નામ, લોટ નંબર, ઉત્પાદન અને મુદત પૂરી થવાની વિગત દર્શાવતું બીલ સહી સાથે અવશ્ય લેવું. કોઇપણ સંજોગોમાં લાયસન્સ/પરવાનો ધરાવતા ન હોય તેવા વ્યક્તિઓ, પેઢીઓ કે ફેરીયાઓ પાસેથી ક્યારેય પણ બિયારણની ખરીદી કરવી નહી. જેથી છેતરપીંડીનો અવકાશ ન રહે. 

રાજ્યમાં કપાસ પાકનાં વાવેતર માટે જરૂરી બિટી કપાસના બિયારણોનો અને રાસાયણિક ખાતરોનો જથ્થો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. ખેડૂતોએ કપાસની એક જ જાતનું વાવેતર ન કરતા બજારમાં ઉપલબ્ધ વિવિધ જાતોનું વાવેતર કરવુ જેથી સંભવિત જોખમ નિવારી શકાય.  

આમ, બિયારણ અને ખાતરનું જરૂરીયાત મુજબ જુદી જુદી જાત અને જુદા જુદા ગ્રેડની આગોતરી ખરીદી કરવા વિનંતી છે. બિયારણના કાળા બજાર, અનઅધિકૃત બિયારણનું વેચાણ તથા રાસાયણિક ખાતરોની સાથે નેનો ખાતરો સિવાયના અન્ય ખાતરો ફરજિયાત આપવામાં આવતા હોવાની બાબત ધ્યાને આવે તો નજીકના જિલ્લાની ખેતીવાડી ખાતાની ઓફીસનો સંપર્ક કરવા જણાવાયું  છે.

Share

Related posts

રાષ્ટ્રપતિ અને PM મોદીએ દેશવાસીઓને દિવાળીની શુભકામનાઓ પાઠવી, કરી સુખ-સમૃદ્ધિની કામના

gujaratjanekta

વલસાડમાં ACB એ ગોઠવેલ છટકામાં 15 લાખની લાંચ લેતા નાયબ કાર્યપાલક ઈજનેર અને કોન્ટ્રાકટર ઝડપાયા

Admin

ધારાસભ્ય મહેશ ભુરીયાની ઉપસ્થિતિમાં ઝાલોદ તાલુકાના રૂપાખેડા ગ્રામ પંચાયત ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial