Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ સબ ડીસ્ટ્રીક હોસ્પિટલ ખાતેવર્લ્ડ હિપેટાઇટીસડેની ઉજવણી કરવામાં આવી

આજરોજ તારીખ 28-07-2025 ના રોજ “૨૮ જુલાઈ વર્લ્ડ હિપેટાઇટિસ ડે ની ઉજવણી ના ભાગરૂપે “let’s break it down ની થીમ અંતર્ગત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો ઉદય ટીલાવત તથા ડૉ આર. ડી. પહાડીયા ના માર્ગદર્શન હેઠળ તેમજ ઝાલોદ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ના સુપ્રીન્ટેડન્ટ શ્રીમતી ડૉ પ્રતિમા મહેતાના અધ્યક્ષ સ્થાને ઝાલોદ સબ ડીસ્ટ્રીક હોસ્પિટલ ખાતે “વર્લ્ડ હિપેટાઇટીસ ડે ” ની ઉજવણી કરવામાં આવી.જેમાં હિપેટાઈટીસ B રોગ વિશે માહિતી આપવામાં આવી હતી. હિપેટાઇટિસ કઈ રીતે ફેલાય છે પ્રદુષિત પાણી અને ખોરાક અસુરક્ષિત લગાવવામાં આવેલ સોય સિરીંજ થી તપાસ વિનાનું સંક્રમિત લોહી ચઢાવવાથી માતા થી નવજાત શીશુને અસુરક્ષિત જાતીય સંબંધો રેઝર અને ટૂથબ્રશ અદલાબદલી ઉપરોકત લક્ષણો દ્વારા ફેલાય છે. જેવી બાબતો સાથે વેક્સીન વિશે પણ માહિતી આપવામાં આવી હતી.આ કાર્યક્રમમાં ઝાલોદ હોસ્પિટલ ના- લેબોરેટરી સ્ટાફ, નર્સ સ્ટાફ, ટી. આઈ. સ્ટાફ તેમજ HRG હાજર રહ્યાં હતા.આજરોજ આ કાર્યક્રમ માં નર્સિંગ સ્ટાફ ના ઇન્ચાર્જ શ્રીમતી ધર્મિષ્ઠા મેડમ દ્વારા ” વર્લ્ડ હિપેટાઈટીસ ડે ” ના મહત્વ વિશે માહિતી આપવામાં આવી હતી તેમજ ટી. આઈ.પ્રોજેકટકાઉન્સેલરદ્વારાHIV/RPR/STI/TB/Hbsag – સ્પાઉસ અને પાર્ટનર ટેસ્ટિંગ વિશે માહિતી આપવામાં આવી હતી તેમજ હિપેટાઇટીસ બી ની સારવાર અને નિદાન માટેની માહિતી આપવામાં આવી હતી.તેમજ આજરોજ આવેલ HRG તેમજ જનરલ કલાયન્ટના HIV/RPR/SHIPHILIS / Hbsag ના ટેસ્ટિંગ લેબ સ્ટાફ દ્વારા કરવામાં આવ્યા હતા.

 

Share

Related posts

ઝાલોદ પી.વી.પટેલ ગર્લ્સ હાઈસ્કૂલમાં કન્યા કેળવણી મહોત્સવ સાથે પ્રવેશોત્સવ યોજાયો

gujaratjanekta

ભારત મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં પહેલીવાર જાણીતી એન્જિયોગ્રાફી સાથે પેટની મહાધમણી અને કિડનીના નસમાં સ્ટેન્ડ મૂકવાની પ્રક્રિયા સફળ – ૫૦ ની ઉપર વયના દર્દીનું જીવન બચાવાયું

gujaratjanekta

સ્ટુડન્ટ ઇનોવેશન ફેસ્ટ 2024 અંતર્ગત વાર્તાલાપ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial