Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ ધારાસભ્ય મહેશ ભૂરીયાના હસ્તે નાનસલાઇ પ્રાથમીક શાળાના ઓરડાઓનુ લોકાર્પણ કરવામાં આવ્યું

પંકજ પંડિત

વર્ગખંડ લોકાર્પણ અને તિથીભોજનઆજરોજ નવીવસાહત નાનસલાઈ પ્રા. શાળા ખાતે સમગ્ર શિક્ષા દ્વારા નિર્મિત 2 વર્ગખંડોનું લોકાર્પણ લોકલાડીલા ધારાસભ્ય મહેશભાઈ ભુરીયા દ્વારા કરવામાં આવ્યું. માન. ધારાસભ્ય દ્વારા શાળાને રૂ.21,000 રોકડા, ગ્રામજનોને રૂ 5,000 રોકડા તેમજ શાળાના બાળકોની સુવિધા માટે પ્રાર્થના કમ કિચનના સેડ અને પેવર બ્લોક માટે રૂ.5,00,000/-ની જાહેરાત કરી હતી. આજના કાર્યક્રમમાં જિલ્લા સભ્ય અતુલભાઈ પરમાર, તાલુકા પાર્ટી પ્રમુખ મુકેશભાઈ પરમાર, તાલુકા સભ્ય હરસિંગભાઈ સંગાડા, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અતુલભાઈ ભાભોર, બીજેપીના અગ્રણી કાર્યકર્તા સવસિંગભાઈ વસૈયા, એસએમસી અધ્યક્ષ દિનેશભાઈ અમલિયાર તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે શાળા પરિવાર દ્વારા આવેલા તમામનો હદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો તેમજ શાળાના બાળકોને આજે દાળ, ભાત, શાક, પૂરી, લાડુ અને ફૂલવડીનું તિથિ ભોજન પણ આપવામાં આવ્યું હતું.

Share

Related posts

દાહોદના સ્ટેશન રોડ ઉપર નશામા ધુત અસ્થિર મગજના યૂવકે હોબાળો મચાવ્યો આવતા જતા લોકોને હેરાન પરેશાન કરતાં પોલીસ મથકે લઈ જવાયો હતો

Admin

ગોધરા ટાઉન બી ડીવીઝન પોલીસ સ્ટેશનના ચચાાસ્પદ રાયોટીંગના ગુન્હા મુખ્ય સુત્રધાર જાકીર અહેમદ જભા ને મહારાષ્ટ્ર રાજયના ભીવંડી ખાતેથી ઝડપી પાડતી પંચમહાલ-ગોધરા એલ.સી.બી/એસ.ઓ.જી. પોલીસ

gujaratjanekta

દક્ષિણ કોરિયા માં પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક શ્રી ડો. ઈન સંગ કિમ કે ને સનાતન વર્લ્ડ પરિવાર દાહોદ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial