Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ મામલતદાર કચેરી ખાતે આંગણવાડી બહેનો દ્વારા પોતાના હક્ક માટે આવેદનપત્ર આપી રજૂઆત કરી

પંકજ પંડિત

વધારાની કામગીરી બંધ કરવા, માનદ વેતન બંધ કરી લઘુત્તમ વેતન ચાલુ કરવાની માંગણી કરવામાં આવી
ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના લેટર પેડ પર ઝાલોદ તાલુકાની આંગણવાડી બહેનોએ 09-07-2025 ના રોજ દેશના તમામ મજૂર -કિસાન, આશા વર્કર /ફેસીલીએટર, મધ્યાહન કર્મચારીઓ તથા તમામ સ્કીમ વર્કરોની શોષણ વિરોધી અને શ્રમ કાયદાના રક્ષણ માટે સંયુક્ત ટ્રેડ યુનિયનની રાષ્ટ્રીય હડતાલ છે જે અન્વયે આંગણવાડી બહેનોની લાંબા સમયની કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર પાસે વિવિધ માંગણીઓ કરી રહેલ છે.
સરકાર દ્વારા 2018 પછી કોઈ પણ જાતનો વેતન વધારો નથી કર્યો નથી તેમજ રોજેરોજ પોષણ ટેકરના નામે માનસિક ત્રાસ ગુજારવામાં આવી રહેલ છે. સરકાર દ્વારા વધારાની કામગીરી નહીં કરવાનો પરિપત્ર હોવા છતાંય વધારાની કામગીરી આપવામાં આવે છે તેથી બાળકો શિક્ષણ થી વંચિત રહી જાય છે. એફ.આર.એસના નામે લાભાર્થીઓના પોષણ અધિકારો છીનવી આંગણવાડી બહેનોના પગાર કપાત કરવામાં આવી રહેલ છે તેથી આંગણવાડી બહેનોનું શોષણ થઈ રહેલ છે.
આ અંગે આંગણવાડી વર્કર હેઠળ કામગીરી કરતી બહેનો મોટા પ્રમાણમાં મામલતદાર કચેરીએ ઉમટી વિવિધ સૂત્રોચ્ચાર કરી પોતાના હક્ક માટે ન્યાય માંગી રહેલ હતી. આંગણવાડી બહેનો સૂત્રોચ્ચાર દરમિયાન હમ હમારા હક માંગતે નહી કીસીસે ભીખ માંગતે, માનદ વેતન બંધ કરો, લઘુત્તમ વેતન ચાલુ કરો, મહિલાઓનું શોષણ બંધ કરો, બી.એલ.ઓની કામગીરી બંધ કરો જેવા સૂત્રોચ્ચાર કરી ઝાલોદ મામલતદારને આવેદનપત્ર આપેલ હતું. તેમજ 09-07-2025 ના રોજ સામૂહિક રીતે માસ સી.એલ ભરીને કામગીરી થી અળગા રહેવાનો નિર્ણય કરેલ છે.

Share

Related posts

અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ અને એન.એસ.એસ.ના સયુંકત ઉપક્રમે કે.આર.દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ઝાલોદમાં વ્યાખ્યાન ગોઠવવામાં આવ્યું હતું.

gujaratjanekta

ઝાલોદ નગરના ભરત ટાવર થી નગરપાલિકા વિસ્તાર સુધી રોડનું નવીનીકરણ કરણ થતાં સ્થાનિક રહેવાસીઓનો વિરોધ

gujaratjanekta

ભારે વરસાદના પગલે નાગરિકોને રેસ્ક્યુ કરી યોગ્ય જગ્યાએ સ્થળાતંર કરાવતી પંચમહાલ જિલ્લા પોલીસ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial