Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદ તાલુકાનાં તણછીયા ગામે ગાય ગૌહરી તહેવારની ઉજવણી કરવામાં આવી .

  • સોલંકી કિશોરસિંહ,

દાહોદ તાલુકાનાં તણસીયા ગામમાં ગાય ગોહરી પાડવા આવી હતી,આ દિવસે ગાયોને રંગબેરંગી કલરનો થી ગાયોને રંગવામાં આવે છે અને મોરના પીછાથી સજાવવામાં આવે છે જેને આદીવાસી લોકોની ભાષામાં મોહરા કહે છે,આ તહેવારમાં લોકો પોતાના ઘરને પોતાના ઘરને રંગ આવે છે ઘરમાં અને ધાબા ઉપર પટાળમાં માટીના દીવડાની રોશની કરવામાં આવે છે, આ ગોહરીમાં બાળકો, યુવાનો ફટાકડા ફોડી તહેવારની ઉજવણી કરે છે, અને નાનાં બાળકોનો, છોકરાંઓ, મહીલાઓ સુંદર કપડાં પહેરીને ગામના પાદરે ભેગા થાય છે. આ ગાય ગોહરીમા ગામની ગામના પાદરે રંગબેરંગી સજાવેલી ગાયો મેંદી લગાડેલી મોરપીંછ બાંધેલી ગાયોનેભેગી કરવામાં આવે છે.આદિવાસી સમુદાયો તેમના બાળકોના સારા સ્વાસ્થ્ય અને સુખ અને સમૃદ્ધિ માટે માતા ગાયને પ્રાર્થના કરે છે.  જ્યારે મનોકામના પૂર્ણ થાય છે, ત્યારે ગાય ગોવાળ બની જાય છે.ત્યારબાદ તણછીયા પ્રતિષ્ઠિત વ્યક્તિ રમણભાઈ ભાભોર દ્વારા આદિવાસી રીત રિવાજ પ્રમાણે પૂજાવિધિ કરવામાં આવે છે ત્યારબાદ ગાય ગોહરી પાડવામાં આવે છે, ગામની ગાય ગોહરી પડ્યા બાદ હાલના ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિ અને તાલુકા સભ્ય રમણભાઈ ભાભોરને સાફો બાંધી અને સાલ ઓઢાડીને બહુમાન કરવામા આવ્યુ હતું ગામના વ્યક્તિ દ્વારા લોકોએ એક બીજાંને ગળે મળીને નવા વર્ષનું અભિનંદન પાઠવે છે,

Share

Related posts

દાહોદ જિલ્લા સેવા સદન ખાતે આવેલા ગ્રીન બિલ્ડીંગમાં ઇલેકટ્રોનિક મીડિયા મોનિટરિંગ રૂમ રાઉન્ડ ધ ક્લોક કાર્યરત

gujaratjanekta

2022 વિધાન સભા ની ચૂંટણી , વાવ બેઠક ઉપર ભાજપ કોંગ્રેસ વચ્ચે કાંટા ની ટક્કર

gujaratjanekta

ઝાલોદ નગરમાં પોલીસ સ્ટેશનની સામે ઉભેલી xuv 300 ગાડીમાં અચાનક સળગી ઉઠી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial