Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ પાટીદાર સમાજ દ્વારા બસ સ્ટેશન ચોક પર સરદાર પટેલની પ્રતિમાનુ અનાવરણ જલ્દી કરવા માંગ કરવામાં આવી

પંકજ પંડિત

ઝાલોદ નગરપાલિકા દ્વારા અંદાજીત સપ્ટેમ્બર 2024 મા બસ સ્ટેશન પર સરદાર પટેલની નવીન પ્રતિમા મુકવા માટેની કામગીરી કરવામાં આવી રહેલ હતી પરંતુ આ નવીન પ્રતિમાને આસરે 9 મહિના ઉપરાંત થવા છતાંય નવી પ્રતિમા ન મુકવામાં આવતા પટેલ સમાજના આગેવાનો સહિત મોટા પ્રમાણમાં નગરપાલિકા પર આવી ચીફ ઓફિસરને મળી જલ્દી પ્રતિમા મુકવા માટે લેખિત માંગણી કરેલ હતી. આવનાર 31 ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ પહેલા નવીન પ્રતિમા અહીંયા મુકાઈ જાય તે માટે પાટીદાર સમાજ દ્વારા માંગ કરવામાં આવી હતી. આ અંગે ઝાલોદ ચીફ ઓફિસર બી.ટી.ભાભોર દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું હતું કે સરદાર પટેલની પ્રતિમા ટૂંક જ સમયમાં મૂકવામાં આવનાર છે પ્રતિમા મુકવા અંગેની તમામ કામગીરીને આખરી ઓપ આપી દેવામાં આવેલ છે એટલે ટૂંક સમયમાં નવીન સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા બસ સ્ટેશન વિસ્તારમાં જોવા મળનાર છે.

Share

Related posts

મહિસાગર લુણાવાડા ખાતે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની જનસભા યોજાઈ, કોંંગ્રેસ પર કર્યા પ્રહાર

Admin

ઝાલોદ તાલુકાના ઘાવડીયા ખાતે થી 3,39,690 રૂપિયાના વિદેશી દારૂના મુદ્દામાલ સાથે એક ઈસમની અટકાયત કરાઈ

gujaratjanekta

રાહુલ ગાંધીના સમર્થનમાં દેશભરમાં કોંગ્રેસ પાર્ટીનું પ્રદર્શન: રાજઘાટ પર દિગ્ગજ નેતાઓનો જમાવડાની સાથે ઠેર-ઠેર ‘સત્યાગ્રહ’

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial