Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકાના ઘાવડીયા ખાતે થી 3,39,690 રૂપિયાના વિદેશી દારૂના મુદ્દામાલ સાથે એક ઈસમની અટકાયત કરાઈ

પંકજ પંડિત- ઝાલોદ.

ઝાલોદ પોલીસ લોકસભાની ચુંટણી તેમજ લગ્નસરાની સિઝન ચાલતી હોઈ ગેરકાયદેસર રીતે નગરમાં બુટલેગરો દ્વારા દારૂ ઘુસાડનાર ઈસમો પર સતત વોચ રાખી રહેલ છે. ઝાલોદ નગરના પી.એસ.આઇ એમ.એમ.માળી તેમજ પો.સ.ઇ સી.કે.સીસોદીયા પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલિંગમા હતા ત્યારે બાતમી મળેલ હતી કે રાજસ્થાન મોનાડુંગર તરફથી એક ઈસમ સફેદ કલરની સ્વીફટ ગાડી GJ-09-BB-4865 મા ગેરકાયદેસર રીતે દારૂ લઈને આવી રહેલ છે તેના આધારે ઘાવડીયા ચેક પોસ્ટ પર કડક ચેકીંગ હાથ ધરેલ હતું. ચેકીંગ સમયે બાતમી વાળુ વાહન આવતા તેને રોકવા માટે ઈસારો કરતા ચાલક દ્વારા ગાડી પલટાવી નાસી જવાની કોશિશ કરવામાં આવતા પોલીસ દ્વારા ગાડી કોર્ડન કરી ગાડી સાથે એક ઈસમ જેનું નામ મૂકેશ મગનલાલ કલાલ ( તેજપુર, બાંસવાડા) ને ઝડપી પાડવામાં આવેલ હતો. તેમજ ગાડીની અંદર તપાસ કરાતા ગાડીની અંદર થી દારૂની કુલ નવ પેટી માલ મળી આવેલ હતો. દારૂની કુલ 210 બોટલ જેની અંદાજિત કિંમત 39690 તેમજ ગાડીની 3,00,000 કિંમત થઈ કુલ 3 39,690 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

Share

Related posts

બજેટમાં વધી શકે છે મહિલાઓનો હિસ્સો, સત્તાની ચાવી સાબિત થઈ રહી છે મહિલા મતદારો

Admin

પંચમહાલ જીલ્લા વહિવટી તંત્રની કાર્યવાહી : બાળ લગ્ન અટકાવ્યા

gujaratjanekta

યુએસમાં છટણીથી ભારતીયો સૌથી વધુ પ્રભાવિત, ગ્રીન કાર્ડ માટે 195 વર્ષની રાહ વચ્ચે આવી નવી મુશ્કેલી

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial