Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત શહેરાના મુસ્લિમ કસ્બા પંચ કમિટી દ્વારા તિરંગા યાત્રા નિકળી – જુઓ VIDEO

અફરોઝ બંગલાવાલા – શહેરા

શહેરામાં મુસ્લિમ કસબા પંચ કમિટી દ્વારા તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું તેમાં કસ્બા પંચના પ્રમુખ ઉપપ્રમુખ આગેવાનો અને ઘાંચી પંચના ના યુવાનો અને કસ્બા પંચના યુવાનો બહુ પ્રમાણમાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા.. આ યાત્રાનું પ્રસ્થાપન નગીના મસ્જિદ થી લઈને પરવાડી બજાર બસ સ્ટેશન રોડ વગેરે સ્થળો પર થી કાઢવામાં આવી હતી તેમાં રાષ્ટ્ર ભક્તિના નારાઓ રાષ્ટ્ર પ્રેમી દરેક યુવાનો બહુ ઉત્સાહપૂર્વક આ રેલીની શોભામાં વધારો કર્યો.


આ વર્ષે ભારત દેશ આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યો છે. આ વર્ષ 2022 આપણને આઝાદી મળ્યાને 75 વર્ષ થશે. આ માટે દેશમાં અલગ-અલગ સ્થળોએ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આઝાદીની 75મી વર્ષગાંઠ નિમિત્તે એક અભિયાન પણ ચાલી રહ્યું છે. તેનું નામ ‘હર ઘર તિરંગા‘ (Har Ghar Tiranga) છે. જેમાં 13થી 15 ઓગસ્ટની વચ્ચે દેશના દરેક ઘરમાં તિરંગો ફરકાવવાનો છે. લોકોને તેમની ઓફિસ અને ઘરોમાં તિરંગો ફરકાવવા માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. જેમાં દેશના 25 કરોડ ઘરોમાં તિરંગો ફરકાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. લોકો આ અભિયાનમાં સક્રિયપણે ભાગ લઈ રહ્યા છે. બાળપણમાં, આપણને તિરંગાના દરેક રંગનું મહત્વ અને અર્થ સમજાવવામાં આવે છે, પરંતુ મોટા થવા પર, બહુ ઓછા લોકો બધી વસ્તુઓ યાદ રાખી શકતા હોય છે. આવી સ્થિતિમાં તિરંગાના ત્રણ રંગોનો અર્થ અહીં જણાવવામાં આવ્યો છે.

હર ઘર તિરંગા અભિયાનનો હેતુ દેશના લોકોને એક કરવાનો છે. તેમને ઘરમાં તિરંગો ફરકાવવા માટે પ્રેરિત કરવા પડશે. જેનાથી લોકોમાં દેશભક્તિની લાગણી જન્મશે. તેનાથી તેમનામાં તિરંગા પ્રત્યે જાગૃતિ વધશે.

Share

Related posts

ઘાટલોડિયા બેઠક પર સીએમ ભૂપેન્દ્ર પટેલ અને કોંગ્રેસના અમીબેન યાગ્નિક વચ્ચે જંગ જામશે,કોંગ્રેસની યાદીમાં વિગતો સામે આવી

gujaratjanekta

ઝાલોદ પાલિકાની પ્રી.મોન્સૂન કામગીરી ફક્ત કાગળ પર : વરસાદી પાણીના નિકાલ માટેની મોટી કેનાલમા ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા

gujaratjanekta

દાહોદમાં 108 ઈમરજન્સી સેવાએ પુનઃ એક વખત સેવાનો ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial