Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

પંચમહાલ જિલ્લા કલેકટર તરીકે પદભાર સંભાળતાં શ્રી અજય દહિયા

અમરેલી જિલ્લા કલેકટર તરીકે ફરજ બજાવતા વર્ષ ૨૦૧૪ ની બેચના આઈ.એ.એસ. શ્રી અજય દહિયાની પંચમહાલ જિલ્લા કલેકટર તરીકે બદલી થતાં તેમણે જિલ્લા કલેકટર તરીકેનો પદભાર સંભાળ્યો છે  મૂળ હરિયાણાના ફરીદાબાદ જિલ્લાના વતની શ્રી અજય દહિયાએ આઈ.આઈ.ટી. દિલ્લી ખાતે મિકેનિકલ એન્જિનિયરિંગમાં બી. ટેક. નો અભ્યાસ પૂર્ણ કરી વર્ષ ૨૦૧૪ ની સંઘ લોક સેવા આયોગની પરીક્ષા પાસ કરીને સરકારી સેવામાં જોડાયા હતા. સરકારી સેવામાં જોડાયા બાદ તેમણે સૌપ્રથમ દાહોદ જિલ્લા અને મોરબી જિલ્લામાં મદદનીશ કલેકટર તરીકે અને ત્યારબાદ જિલ્લા વિકાસ અધિકારી તરીકે પોરબંદર અને બનાસકાંઠા જિલ્લામાં સેવા આપી છે. તેમણે પ્રાદેશિક કમિશનર, નગરપાલિકાઓ ભાવનગર તરીકે તથા અમરેલીમાં જિલ્લા કલેકટર તરીકે નોંધપાત્ર કામગીરી કરી છે.

 

Share

Related posts

ફતેપુરા આઇ કે દેસાઈ હાઈસ્કૂલ ખાતે ફતેપુરાના આગેવાન સહિત તથા કર્મચારીઓએ રાષ્ટ્રગીત વંદે માતરમનું સમૂહગાન કર્યુંઉપસ્થિત સૌએ સ્વદેશી અપનાવવાના શપથ ગ્રહણ કર્યા

gujaratjanekta

બી એલર્ટ – સુરતમાં ઈલેક્ટ્રીક સ્કૂટરનીમાં બ્લાસ્ટ, એક વ્યક્તિ ગંભીર ઘાયલ

Admin

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ધાવડીયા ખાતે “સ્વસ્થ નારી – સશક્ત પરિવાર” પખવાડિયાની અંતર્ગત યોજાયો આરોગ્ય કેમ્પ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial