ઝાલોદ નગરમાં યા હુસૈનના નાદ સાથે મોહરમ પર્વની શાંતિપૂર્ણ ઉજવણીમુસ્લિમ બિરાદરોએ તાજીયા ને પવિત્રતા સાથે શાંતિપૂર્ણ વાતાવરણમાં તળાવમાં ઠંડા કરાયાઝાલોદ નગરમાં ઇસ્લામ ધર્મના મહાન પયગંબર હઝરત મોહમ્મદ સાહેબ ના દોહિત્ર ઈમામ હુસૈન ની યાદ માં મોહરમ મોહરમ ની નવમી અને દસમી તારીખે શાંતિપ પૂર્ણ માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી.હઝરત ઈમામ હુસૈનની યાદમાં આયોજિત તાજીયા યાત્રા યા હુસૈન ના નાદ સાથે ઝાલોદ નગરના મુખ્ય માર્ગો પરથી કસ્બા વિસ્તારથી, મીઠોચોક, કોળીવાડા, ગીતામંદિર, લખારવાડી, લુહારવાડાથી પસાર થઈ હતી અને અંતે રામસાગર તળવામાં તાજીયાઓને ઠંડા કરવામાં આવ્યા હતા.મોહરમ પર્વ પ્રસંગે મુસ્લિમ બિરાદરો દ્વારા રોજા રાખવામાં આવ્યા હતા તથા પવિત્ર કુરાનની તિલાવત કરીને ઈમામ હુસૈનની શહાદતને યાદ કરવામાં આવી. ઈમામ હુસૈન એ સત્ય અને ન્યાય માટે પોતાનું બલિદાન આપ્યું ૫રંતુ જાલિર્મો સાથે કદી સંધિ કરી નહિ—એ ઉમદા સંદેશને લઈ સમગ્ર સમાજમાં એકતા અને શાંતિનો સંદેશ પ્રસરાયો હતો.મુસ્લિમ સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં ગામજનો ઉપ સ્થિત રહ્યા હતા.શ્રદ્ધાળુઓની ભીડ તથા તાજીયા યાત્રાને ધ્યાનમાં રાખીને ઝાલોદ ડિવિઝનના ડી. વાય,એસ પી.ડી.આર. પટેલ , પી આઈ ગૌરવ ગામિત, પી.એસ.આઈ , રાઠોડ અને પી. એસ આઈ.રાજપૂત દ્વારા સ્થળ પર હાજર રહી અને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસ સ્ટાફ દ્વારા ચાંપતી નજર સાથે શાંતિ જળવાઈ રહે એ માટે સતત પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. મુસ્લિમ બિરાદરો દ્વારા પોલીસ તંત્રના કાર્યની પ્રશંસા કરવામાં આવી હતી અને ઝાલોદ પોલીસનો આભાર વ્યક્ત કરાયો હતો.

