Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ લાયન્સ કલબના 51માં પ્રમુખ બનતા વિષ્ણુભાઈ અગ્રવાલ

પંકજ પંડિત

ઝાલોદ લાયન્સ કલબમા દર વર્ષે સર્વ સંમતિથી નવા પ્રમુખ, મંત્રી, ખજાનચી નિમવામાં આવતા હોય છે. ઝાલોદ લાયન્સ કલબની સ્થાપના થઇ ત્યારથી વિષ્ણુભાઈ અગ્રવાલ પાયાના પથ્થરની મજબૂતી રૂપે આજ સુધી જોડાયેલ છે.વિષ્ણુભાઈ અગ્રવાલ પોતાની સેવાકીય પ્રવૃત્તિ અને કાયમ સારું કરવાના ઉદ્દેશ્યથી જોડાયેલ હોવાથી ઘણી વાર આ સંસ્થાના અનેક હોદ્દાઓ પર રહી ચૂકેલ છે અને તેઓના અને તેમની સાથે શરૂઆત થી જોડાયેલ અને અલગ અલગ સમયાંતરે જોડાયેલ મેમ્બરો સાથે સહુના સાથ સહકાર અને સારા
અનુભવ અને માર્ગદર્શન થી આજે લાયન્સ કલબના 50 વર્ષ પૂર્ણ થતાં તેઓ 51માં પ્રમુખ સર્વ સંમતિથી બનેલ હતાં.
લાયન્સ કલબ દ્વારા પ્રોગ્રામની શરૂઆત કરતા સ્ટેજ પર મહેમાનોના આગમન સાથે તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રોગ્રામની શરૂઆત કરતા કિનાયા અગ્રવાલ દ્વારા સુંદર ગણેશ વંદના અને સ્વાગત ડાંસ હની અગ્રવાલ દ્વારા કરવામાં આવેલ હતી. ઝાલોદ લાયન્સ કલબના 50મા પ્રમુખ મૂકેશ અગ્રવાલ દ્વારા ઉપસ્થિત સહુ મહેમાનોનુ શાબ્દિક સ્વાગત કર્યું હતું તેમજ ચિંતન અગ્રવાલ દ્વારા રાષ્ટ્રધ્વજ વંદના કરવામાં આવી હતી. પ્રોગ્રામની શરૂઆત ઉપસ્થિત સહુ હોદ્દેદારો દ્વારા દિપ પ્રાગટય કરી કરવામાં આવી હતી.ગત વર્ષે લાયન્સ કલબ દ્વારા કઈ કઈ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી તે વિશે મંત્રી જવાહર અગ્રવાલ દ્વારા ટૂંકમાં માહિતી આપવામાં આવી હતી.
આજના પ્રસંગે 51મા પ્રમુખ તરીકે પદગ્રહણ સમારોહ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહેનાર લાયન્સ કલબના રમેશભાઈ પ્રજાપતિ ( MJF )નો પરિચય મંત્રી લાયન સોનલ દેસાઈ દ્વારા આપવામાં આવેલ હતી. લાયન રમેશ પ્રજાપતિ દ્વારા અનેક દ્રષ્ટાંતો આપી મજબૂતી અને દ્રઢ સંકલ્પ થી કેવી રીતે આગળ વધી શકાય તે વિશે સહુનુ માર્ગદર્શન કરેલ હતું. રમેશ પ્રજાપતિ દ્વારા લાઇવ દ્રષ્ટાંત આપતા એક મંદિર સ્ટેજ પર પાયા થી શિખર સુધી તેમજ મૂર્તિ સ્થાપના કરી એક અનોખો દ્રષ્ટાંત આપેલ હતો કે સહુ મેમ્બરોની મહેનત, સારા કાર્યો કરવાની પ્રેરણા થકી એક બીજાથી જોડાયેલ હોય તો કોઈ પણ કાર્ય અશક્ય નથી. આ પ્રોગ્રામના ચીફ ગેસ્ટ તરીકે આવેલ લાયન મનોજ પરમાર દ્વારા પણ લાયન્સ ક્લબના વિવિધ કાર્યો વિશે જણાવ્યું હતું. નવા 51માં લાયન્સ ક્લબ પ્રમુખ બનેલ વિષ્ણુ અગ્રવાલ દ્વારા ઉપસ્થિત સહુ મહેમાનોનુ સ્વાગત કરી તેઓ પર વિશ્વાસ રાખી પ્રમુખ બનાવ્યો તે મને સહુ લાયન્સ મેમ્બરોનો આભાર માન્યો હતો. પ્રોગ્રામના અંતે આ પ્રોગ્રામની આભારવિધિ લાયન્સ મેમ્બર ડૉ ધર્મેન્દ્ર અગ્રવાલ દ્વારા કરવામાં આવી હતી.
લાયન્સ ક્લબના મંત્રી ડૉ સોનલ દેસાઈ અને તેઓના ધર્મપત્ની સેજલ દેસાઈ દ્વારા એક સુંદર ગીત રજૂ કરી સહુ લોકોનું દિલ જીતી લીધું હતું. વિષ્ણુભાઈ અગ્રવાલના પરિવારજનો માટે આજે ચાર અલગ અલગ ખુશી લઈને આવતો દિવસ હતો પ્રથમ વિષ્ણુભાઈ તેઓની 50મી એનિવર્સરી પ્રસંગે 51મા પ્રમુખ બન્યા, તેઓનો દીકરાના દીકરાને એમ.બી.બી.એસની ડીગ્રી મળી, તેઓના દીકરાના દીકરાનો આજે જન્મ દિવસ આમ ચાર જેટલી ખુશીના પ્રસંગે કેક કાપી પ્રસંગની ઉજવણી કરવામાં આવી હતી.

Share

Related posts

દાહોદ તાલુકામાં મોટીખરજ ગામે સંકલ્પ વિકસીત ભારત યાત્રાનો કાર્યક્ર્મ કરવામાં આવ્યું.

gujaratjanekta

ભાજપના કાર્યક્રમને પીઆઈએ બંધ કરાવ્યો, વડોદરા માંજલપુરના પીઆઈની તત્કાલીક બદલી

gujaratjanekta

ફતેપુરા તાલુકાના સુખસર ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો ધારાસભ્યશ્રી રમેશભાઈ કટારાની અધ્યક્ષતામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial