Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ એ.પી.એમ.સી ખાતે ઘી પંચમહાલ કો.ઓ.બેંક લી નુ ગુજરાત વિધાનસભા ઉપાધ્યાય જેઠાભાઈ આહીરના હસ્તે નવીન ભવનનુ ઉદ્ઘાટન સમારોહ યોજાયો

પંકજ પંડિત

ગુજરાતના સુપ્રસિદ્ધ ગુજરાતી લહેરી લાલાના સુંદર પ્રદર્શન પર સહુ મહેમાનો ખુશ થઈ ઇનામો આપ્યાઆજરોજ 08-06-2025 રવિવારના રોજ ઘી પંચમહાલ કો.ઓ.બેંક લિ ના નવીન ભવનના ઉદ્ઘાટન પ્રસંગે ઝાલોદ એ.પી.એમ.સી ખાતે આજના સમારંભના અધ્યક્ષ તેમજ વિધાનસભા ઉપાધ્યક્ષ , પી.ડી.સી બેંક લિ ગોધરા ચેરમેન , ઘી પંચમહાલ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી ચેરમેન, નાફેડ ન્યુ દિલ્હીના ચેરમેન જેઠાભાઈ આહીર ( ભરવાડ) વિશેષ ઉપસ્થિત રહેલ હતા. આ પ્રસંગે આવેલ વિશેષ ઉપસ્થિત મહેમાનોનુ સ્વાગત આદિવાસી ઢોલકુંડી થી કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મુખ્ય અતિથિ જેઠાભાઈ ભરવાડ દ્વારા બેંકના નવીન ભવનની તકતી ખુલ્લી મૂકી તેમજ પૂજા અર્ચન કરી રીબીન કાપી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
આજના બેંકના નવીન ભવનનુ ઉદ્ઘાટન પ્રસંગે આવેલ મહેમાનો દ્વારા દિપ પ્રાગટય કરી સમારંભની શરૂઆત કરવામાં આવી હતી. સમારંભ પ્રસંગે વિવિધ સાંસ્કૃતિક પ્રોગ્રામ દ્વારા મહેમાનોનુ સ્વાગત કરાયું હતું. ઉપસ્થિત મહેમાનોનુ સ્વાગત આદિવાસી સંસ્કૃતિ મુજબ માથે ફેંટો, બંડી તેમજ ભોયરુ પહેરાવી ધારાસભ્ય મહેશ ભૂરીયા દ્વારા કરવામાં આવ્યું હતું. આજના નવીન ભવનના ઉદ્ઘાટન પ્રસંગે નગરના લોકો દ્વારા બેંકની પ્રગતિ માટે ફિક્સ ડિપોઝિટ મૂકી હતી.
પી.ડી.સી બેંકની સ્થાપના 1958 મા કરવામાં આવી હતી. આ બેંકના ચેરમેન જેઠાભાઈ ભરવાડ 2018 થી બન્યા ત્યારથી બેંક સતત પ્રગતિ કરી રહેલ છે. દાહોદ જિલ્લામાં પી.ડી.સી બેંકની કુલ 15 શાખા આવેલ છે. ઝાલોદ તાલુકામા ઝાલોદ અને લીમડી બેંકની સતત પ્રગતિની રૂપરેખા ધારાસભ્ય મહેશ ભૂરીયા એ રજૂ કરેલ હતી.ઝાલોદ પી.ડી.સી બેંકમા કુલ 25000 જેટલા સભાસદ છે જેઓએ બેંકમા વિશ્વાસ મૂકી બેંકની પ્રગતિમા કામગીરી કરેલ છે. ઝાલોદ પી.ડી.સી બેંક ખેડૂતો તેમજ આદિવાસી સમાજના લોકોની પ્રગતિ માટે કામગીરી કરતી બેંક છે. સંસદ જસવંતસિંહ ભાભોર એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારની વિવિધ વિકાસની કામગીરી તેમજ બેંકના વિકાસ માટેની માહિતી આપી હતી.
પીચ.ડી.સી બેંકના ચેરમેન જેઠાભાઈ ભરવાડ દ્વારા આ વિસ્તારના તમામ લોકોને પી.ડી.સી બેંક સાથે જોડાવવા અનુરોધ કર્યો હતો. આ બેંક સભાસદો દ્વારા ચાલતી બેંક છે તેથી તમામ સભાસદો બેંકના માલિક છે. હવે થી આ બેંકમા ખાતું ધરાવનાર લોકોને 15% ના દરે વ્યાજ આપવામા આવનાર છે. તેમજ સરકારના પરિપત્રમા આવતી તમામ સરકારી લાભો તેમજ નિયમો મુજબ સરકારી ધારા ધોરણ પ્રમાણે 0% વ્યાજે બેંક લોન પણ ઉપલબ્ધ હોવાનું જણાવ્યું હતું. આજના શુભ દિને વિવિધ લાભાર્થીઓને બેંક દ્વારા લાભ આપી ચેક વિતરણ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે દાહોદ જિલ્લા સાંસદ જસવંતસિંહ ભાભોર જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, દાહોદના ધારાસભ્ય કનૈયાલા કિશોરી, ફતેપુરાના ધારાસભ્ય રમેશભાઈ કટારા , પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા, પી.ડી.સી બેંકના મેનેજર અને સ્ટાફ જિલ્લા સભ્યો,તાલુકા સભ્ય , સરપંચો અને બી.જે પી. સંગઠન ના તમામ હોદેદારો હાજર રહ્યા હતા

Share

Related posts

ઝાલોદ આઇ.પી.મીશન હાયર સેકન્ડરીનુ ઝળહળતુ પરિણામ શાળાનું પરિણામ 90.90%

gujaratjanekta

માંડવી મઘ્યે સેવા,સ્વચ્છતા અને પર્યાવરણ રક્ષણના અભિયાનની રેલીને ઘારાસભ્યના હસ્તે લીલી ઝંડી અપાઈ

gujaratjanekta

દિવાળીનું બોનસ ઓછું આપ્યું તો કર્મચારીઓએ ખોલી નાખ્યા ટોલના ગેટ : 30 લાખનું નુકસાન- જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial