Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નગરપાલિકા દ્વારા એક પેડ માં કે નામ “વુમન ફોર ટ્રી” થીમ અંતર્ગત વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો

પંકજ પંડિત

ઝાલોદ નગરપાલિકા દ્વારા તા. 05/06/2025ના રોજ રામસાગર ગાર્ડન ખાતે ‘વુમન ફોર ટ્રી’” અંતર્ગત એક વિશિષ્ટ પ્રેરણાદાયક કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ અમૃત ૨.૦ મિશન વિભાગના એન.યુ.એલ. એમ યોજના હેઠળ રચાયેલા મહિલાઓના સ્વ સહાય જૂથોની સહભાગીતાથી યોજાયો હતો કાર્યક્રમમાં “વૃક્ષો સાથે જીવન પરિપૂર્ણ બનાવો” એવો મંત્ર અપનાવાયો અને મહિલાઓને પર્યાવરણ પ્રત્યે વધુ જવાબદારીભર્યા બનાવવાના ઉદ્દેશ સાથે વિચારમંથન કરવામાં આવ્યું હતુ આ સાથે આવનારા ભવિષ્યમાં વૃક્ષોના જતન અંગે મહિલાઓ જન જાગૃતિમાં વધુ સહભાગી બને તે માટે ચર્ચા કરવામાં આવી હતી જ્યારે આ પ્રસંગે નગરપાલિકાના કારોબારી ચેરમેન દિનેશભાઈ પંચાલ સભ્ય રાજેશભાઈ ભાભોર રીટાબેન સોલંકી ફોરેસ્ટ વિભાગના કર્મચારી નગરપાલીકાના કર્મચારીઓએ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. 60 જેટલા વૃક્ષો વાવામાં આવ્યા આવનારા સમયમાં વધુ વૃક્ષો વાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો સખી મંડળ દ્વારા વૃક્ષોનું જતન કરવાની જાબદરી લેવામાં આવી.

Share

Related posts

કાલોલ તાલુકા મામલતદાર કચેરીમાં સર્કલ ઓફિસર રાકેશ સુથારિયા 10 હાજરની લાંચ લેતા ACBના છટકામાં ઝડપાયો

gujaratjanekta

ઝાલોદ 130 વિધાનસભાનાં ધારાસભ્યશ્રી મહેશભાઈ ભુરીયા અધ્યક્ષસ્થાને ઝાલોદ તાલુકાની 3 શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ કરાયો

gujaratjanekta

ઝાલોદ ખાતે કલાલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મહાકાલી ઇલેવન નો વિજય

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial