રિપોર્ટર:-અબ્દુલ્લાહ પંજાબી
અહેવાલ:-મેહફુઝ હસન

પંચમહાલ જિલ્લા માં સરકારી ઓફિસો માં અરજદારો ને ધરમ ધક્કા ખાવા પડતા હોય છે અને લોકો ને આ કાળજાર ગરમીમાં કઈ ને કઈ કામ લઈને અરજદારો સરકારી ઓફિસો માં જવાનુ થતું હોય છે ત્યારે વાત કરીએ પંચમહાલ જિલ્લા ના વન વિભાગ ની મુખ્ય કચેરી ની તો વન વિભાગ ની મુખ્ય કચેરી માં અરજદાર જિલ્લા ફોરેસ્ટ અધિકારી ને કોઈ કામ અર્થે મળવા જવાનુ થાય તો જિલ્લા વન વિભાગ ના અધિકારી અરજદાર ને ૨થી ૩ કલાક સુધી રાહ જોવી પડતી હોય છે અને પછી વન વિભાગ અધિકારી અરજદાર ને સમય આપ્યા વગર ગાડીમાં બેસી પોતાના ઘરે એ.સી રૂમ માં જઈ આરામ ફરમાવતા હોય છે અને અરજદારો ને આટલી રાહ જોવરાવ્યા પછી બીજા દિવસે ધક્કા ખાવાનો વારો આવતો હોય છે.વન વિભાગ અધિકારી ના ઢીલા વલણ ના લીધે અનેક લોકોના કામો અટકતા હોય તેવી લોક ચર્ચા થઈ રહી છે.

