Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા પાલિકાના ભાજપના વર્તમાન સુધરાઈ સભ્ય પૂર્વ ઉપપ્રમુખ પૂર્વ સુધરાઈ સભ્યની સાથે અન્ય 7 લોકોએ ભાજપનો સાથ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાતા ખળભળાટ મચી ગયો

સંકેત પંડ્યા – એડિટર

વિધાનસભાની ચૂંટણી પહેલા દેવગઢબારિયા ભાજપમાં ભંગાણ સર્જાયું પાલિકાના કાઉન્સિલર પૂર્વ ઉપપ્રમુખ સહિતના 10 જેટલા આગેવાનો ભાજપને રામ રામ કરી આમ આદમી પાર્ટીમાં જોડાયા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે તેમજ ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચારનો જંગ જામ્યો છે ત્યારે આ તમામ રાજકીય ગતિવિધિઓની વચ્ચે પક્ષ પલટા ની મોસમ પણ પૂર બહાર માં ખીલી છે જે અંતર્ગત દેવગઢ બારીયા નગરપાલિકાના ભાજપના વર્તમાન કાઉન્સિલર પૂર્વ ઉપપ્રમુખ સહિતના ૧૦ થી વધારે આગેવાનોએ આજરોજ ભાજપને રામરામ કરી છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર ખાતે આમ આદમી પાર્ટીના ઉપાધ્યક્ષ ના હસ્તે આમ આદમી પાર્ટીમાં જોડાઈ અને ખેસ પહેર્યો હતો

હાલમાં દેવગઢ બારીયાના વર્તમાન કાઉન્સિલર અક્ષય ભાઈ જૈન પાલિકાના પૂર્વ પ્રમુખ ગોપાલભાઈ ઝાલા પાલિકાના પૂર્વ કાઉન્સિલર જીતેન્દ્ર કુમાર મોહનિયા અને તેમના સાત જેટલા સમાજના આગેવાનો સાથે આજરોજ છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર મથકમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ પ્રોફેસર અર્જુન રાઠવા ના નિવાસસ્થાને જઈ અને પાલિકાના સભ્ય અને પ્રમુખ સહિત તેમજ પૂર્વ કાઉન્સિલર રોહિત 7 જેટલા આગેવાનોએ ભાજપને રામરામ કરી અને આમ આદમી પાર્ટી નો ખેર ધારણ કર્યો હતો તારે આજ રોજ દેવગઢબારિયા ભાજપમાં ભંગાણ સર્જાતા ભાજપમાં ખળભળાટ મચી જવા પામ્યો છે

Share

Related posts

ફતેપુરા તાલુકાના સુખસર મુકામે વિશ્વ આદિવાસી દિવસની હર્ષ ઉલ્લાસ ભર્યા વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી

gujaratjanekta

ઝાલોદ સાઈસર્જન સોસાયટી ખાતે ભાજપ મહિલા મોરચા દ્વારા ગૌરીવ્રતની ઉજવણી કરવામાં આવી

gujaratjanekta

ઝાલોદ નવી વસાહત નાનસલાઈ ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial