પંકજ પંડિત
આજરોજ તારીખ 5. 6 .2025 ના રોજ વાગધરા સંસ્થા દ્વારા ઝાલોદ તાલુકાના વઘેલા ગામમાં પરંપરાગત બીજ આદાન-પ્રદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, વાગધારા સંસ્થાના પ્રતિનિધિ ગીરીશભાઈ પટેલ દ્વારા બતાવવામાં આવ્યું છે કે આ કાર્યક્રમમાં વગેલા ગામમાંથી લગભગ 125 થી વધારે પ્રકારના પરંપરાગત બીજ પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા, આ કાર્યક્રમમાં લગભગ 45 થી વધારે બહેનો અને 40 થી વધારે ભાઈઓએ ભાગ લીધો છે દરેક ભાઈ બહેન પોત પોતાના ઘરેથી જે તેમની પાસે વધારે પ્રકારના પરંપરાગત બીજ હતા તે અહિયાં મુકવામાં આવ્યા છે, અને જે ભાઈ બહેનને ત્યાં બિયારણ ન હતા તે એકબીજાને આદાન-પ્રદાન કરવામાં આવ્યા જેથી કરીને બધાના ઘરે પૂરતા પ્રમાણમાં બિયારણ ઉપલબ્ધ થઈ શકે અને આના કારણે બજાર પર નિર્ભરતા ઓછી કરી શકાય તથા આપણા પરંપરાગત બિયારણ જે પૌષ્ટિકતા વધારે ધરાવે છે તે શહેરા થી મળી શકે જેથી કરીને આપણું આર્થિક નુકસાન અટકાવી શકાય જે બિયારણો અથવા જંતુનાશક દવાઓ રાસાયણિક ખાતરો બજારમાંથી લાવી અને ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે, જેના કારણે દિન પ્રતિદિન શારીરિક બીમારીઓ વધતી જાય છે ,આ બીમારી અટકાવવા માટે હવે આપણે આપણા ગામમાં પાછા આવવાની જરૂર છે ,અને માઈલેટ મીલેટસ અનાજનો ઉપયોગ કરવામાં જરૂરી છે, વાગધારા સંસ્થા ફિલ્ડ કાર્યકર્તા સવામાઈ ડામોર દ્વારા વર્તમાનમાં ચલાવવા માં ઉન્નત ઉકેડા કાર્યક્રમ થી થતા ફાયદાઓ વિશે વિસ્તારથી બતાવવામાં આવ્યું ,આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બચુભાઈ ડામોર,પારુભાઈ,પીતરભાઈ, ચોખીબેન ડામોર માલીબેન ડામોર સમુડી બેન સુવર એ પણ ભાગ ભજવેલ છે.

