Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ સબજેલના બંદીવાનનોનુ તેમજ પોલિસ સ્ટાફનુ મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું

પંકજ પંડિત

આજરોજ તારીખ 29-05-2025 ગુરુવારના રોજ ઝાલોદ સબજેલ ખાતે અંદાજીત 35 જેટલા કેદીઓ તેમજ હાજર પોલિસ સ્ટાફનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું. આ ચેકઅપ કેમ્પમા દર્દીઓ સાથે ડોક્ટર્સ દ્વારા પૂછપરછ કરી તેઓને થતી બીમારીઓ માટે ચેકઅપ કરી તેનું નિદાન કરવામાં આવ્યું હતું. આજના આ કેમ્પમા મેડિકલ ઓફિસર નિરવ ડામોર , લેબ ટેક્નિશિયન પ્રકાશભાઈ તેમજ હેતલબેન ( કાઉન્સિલર ) અને અનિલ ભૂરીયા દ્વારા એચ.આઈ.વી, સુગર ટેસ્ટ, સી.પી.એસ, બી.પી જેવા રોગોની તપાસ કરવામાં આવી હતી. તેમજ આજકાલ હાર્ટ અટેકના કેસો વધી રહેલ છે તે માટે પોલિસ કર્મી તેમજ કેદીઓને સી.પી.આર ની તાલીમ સી.એચ.ઓ સુનિલ પડવાલ અને અમિત પરમાર દ્વારા આપવામાં આવી હતી તેમાં અચાનક કોઈપણ વ્યક્તિ બેભાન થઈ જાય તો તેને તુરંત તાત્કાલિક કઈ પ્રાથમિક સારવાર આપવી તેનાથી માહિતગાર કરવામાં આવ્યા હતા. જેથી કોઈ પણ વ્યક્તિને હોસ્પિટલ દાખલ કરતા પહેલા તેનો જીવ બચાવી શકાય. આજના આ કેમ્પમા ડી.વાય.એસ.પી ડી.આર.પટેલ, દાહોદ સબજેલ અધિક્ષક એમ.એલ.ગમારા ,ઝાલોદ ઇન્ચાર્જ સબજેલર સંજય પટેલની ઉપસ્થિતિમાં આ કેમ્પ યોજવામાં આવ્યો હતો.

Share

Related posts

રાબડાલ ખાતે દાહોદ BTP દ્વારા જિલ્લા કાર્યાલય ખાતે મીટીંગ યોજાઈ જેમાં ચાર વિધાનસભા બેઠકોના બાકી રહેલા ઉમેદવારો વિશે ચર્ચાઓ કરવામાં આવી હતી

gujaratjanekta

મહીસાગર જિલ્લા પંચાયત તેમજ જિલ્લાની છ તાલુકા પંચાયત પર ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખની જાહેરાત

gujaratjanekta

ભાજપ ગૌરવ યાત્રા દ્વારા 144 મતવિસ્તારોમાં 2.5 કરોડ મતદારો સુધી પહોંચશે

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial