ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા
ભારતીય સેનાએ આતંકવાદ વિરુદ્ધ કરેલી કામગીરીથી દેશનું ગૌરવ વધ્યું છે:ધારાસભ્ય રમેશ કટારાસુખસર મા તિરંગા યાત્રા:ઓપરેશન સિંદૂરની ઉજવણીતિરંગા યાત્રામાં દેશભક્તિના નારા થી વાતાવરણ ગુંજી ઉઠ્યુંભારતીય સેનાના ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી માટે ફતેપુરા તાલુકા ના સુખસર મા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં સાંસદ જસવંતસિંહ ભાભોરે તિરંગા યાત્રા ની શરૂઆત કરાવી હતી.ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય રમેશભાઈ કટારા સહીત મોટી સંખ્યામા આસપાસના દેશ ભકતો ઉપસ્થિત રહ્યા હતા. દેશભક્તિ ના નારા થી વાતાવરણ ગુંજી ઉઠયુ હતુ.ફતેપુરા તાલુકાના સુખસરમાં દેશના જાબાજ સૈનિકો દ્વારા ઓપરેશન સિંદૂર પાર પાડવા બદલ તેની ઉજવણી સંદર્ભે વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું સુખસર ખાતે મંગળવારના રોજ આઈ.ટી.આઈ થી તિરંગા યાત્રા શરૂ કરવામાં આવી હતી સાંસદ જશવંતસિંહ ભાભોરે તિરંગા યાત્રા શરૂ કરાવી હતી આ તિરંગા યાત્રા દેશભક્તિના ગીતો સાથે સુખસર નગરમાં કાઢવામાં આવી હતી જેમાં ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય રમેશભાઈ કટારા જોડાયા હતા અને દેશભક્તિના નારા લગાવ્યા હતા તિરંગા યાત્રામાં પૂર્વ ભાજપ પ્રમુખ શંકરભાઈ અમલીયાર ફતેપુરા તાલુકા પ્રમુખ ભરતભાઈ પારગી સુખસર સરપંચ નરેશભાઈ કટારા સહિત ગામ ના આગેવાનો આસપાસ વિસ્તારના સરપંચો કાર્યકર્તાઓ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તિરંગા યાત્રામાં જોડાયા હતા ધારાસભ્ય રમેશભાઈ કટારાએ જણાવ્યું કે, ભારતીય સેનાએ આતંકવાદ વિરુદ્ધ કરેલી કામગીરીથી દેશનું ગૌરવ વધ્યું છે. સૈનિકોના સન્માન માટે યોજાયેલી તિરંગા યાત્રામાં વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓની ઉપસ્થિતિની સરાહના કરી હતી. સુખસર પોલીસ મથકના પીઆઇ વરુ સહિત પોલીસ સ્ટાફ પણ તિરંગા યાત્રામાં જોડાયો હતો.

