Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News education

ઝાલોદ તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર લીમડી ખાતે યોજાયો રક્તદાન કેમ્પ

પંકજ પંટિત

દેશની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને ઝાલોદ તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર લીમડી ખાતે માન. જીલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ તથા તાલુકા હેલ્થ ઓફિસરશ્રીના અધ્યક્ષ સ્થાને ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલની મોબાઇલ ડોનેશન વાનના સહયોગ થકી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુંકેમ્પમાં મોટી સંખ્યામાં યુવાનો ,રક્તદાતાઓ સવારે 10:00 થી 03:00 વાગ્યા સુધી ઉપસ્થિત રહી કુલ ૫૦ જેટલી બોટલ બ્લડ ડોનેટ કરીને દેશ પ્રત્યેનો પ્રેમ અને રાષ્ટ્રભક્તિનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં હાંડી ગામના ઉત્સાહી અને સેવાભાવી સરપંચ સંજયભાઇ નિનામા તથા ઝાલોદ તાલુકાના નાયબ મામલતદાર મહેસૂલ શાખાના તેજસ અમલીયાર દ્વારા રકતદાન કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું હતું. સાથે રક્તદાન કેમ્પમાં તમામ રક્તદાતાઓ ઉત્સાહપૂર્વક રકતદાન કરીને રાષ્ટ્રના રક્ષણમાં સહભાગી બન્યાઆ રક્તદાન કેમ્પમાં લીમડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર અધિક્ષક ડૉ ડી કે.પાંડે તથા તાલુકા હેલ્થ ઓફિસર ડૉ તુષાર ભાભોર દ્વારા તમામ રક્તદાતાઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

 

 

Share

Related posts

સેન્ટ્રલ GST અને એક્સાઇઝનો સુપ્રિટેન્ડટ ₹ 5000 ની લાંચ લેતા ઝડપાયો – જાણો વધુ

gujaratjanekta

ગુજરાતનું પ્રથમ પાટણનું રિજિયોનલ સાયન્સ સેન્ટર દિવાળી વેકેશન દરમિયાન ખુલ્લું રહેશે

gujaratjanekta

પંચમહાલમાં સહકારી મંડળીના સભાસદો માટે વીમા કવચ અંગે માર્ગદર્શન શિબિર યોજાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial