Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News education

એસ.ડી.દાદરવાલા કોલેજ ઓફ નર્સિંગ અને એસ.આર.કડકિયા સ્કૂલ ઓફ નર્સિંગ, રળિયાતી દાહોદ ખાતે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનો ઓથ ટેકિંગ શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો.

સોલંકી કિશોરસિંહ,

એસ.ડી.દાદરવાલા કોલેજ ઓફ નર્સિંગ અને એસ.આર.કડકિયા સ્કૂલ ઓફ નર્સિંગ, રળિયાતી દાહોદ ખાતે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનો ઓથ ટેકિંગ સેરેમની (શપથ ગ્રહણ કાર્યક્રમ)નો પ્રોગ્રામ રાખવામાં આવ્યો.દાહોદ જિલ્લા ના નર્સિંગ કોલેજના ઇતિહાસમાં પ્રથમ વખત માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના આદેશ પર સિંદૂર ઓફરેશન ની સફળતા ને લઈ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું અને જે આર્મીના જવાનો ત્યાં સહિત થયા છે તેમને યાદ કરી મૌન કરી એમને શ્રદ્ધાંજલિ આપી. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીના વાઈસ ચાન્સલર ડૉ. હરીભાઈ આર. કટારીયા સાહેબ, આરોગ્ય મંડળ અને સંશોધન કેન્દ્રના પ્રમુખશ્રી સંદીપ શેઠ, સંસ્થાના સહમંત્રીશ્રી વિકાસભાઈ ભુતા, સભ્યશ્રી રાહુલભાઈ તલાટી, સભ્યશ્રી સદારભાઈ લીમખેડાવાલા તથા સંસ્થાના અન્ય ટ્રસ્ટીગણ પણ હાજર રહ્યા હતા અને નર્સિંગ ઇન્સ્ટીટયુટના પ્રિન્સીપાલ ડૉ. કે. એલ. લતા તેમજ નર્સિંગ ઇન્સ્ટીટયુટનો તમામ સ્ટાફ, અર્બન હોસ્પિટલનો તમામ સ્ટાફ તેમજ નર્સિંગના વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીઓના વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય મહેમાનનું સ્વાગત દાહોદ ના પારંપરીક રીવાજ પ્રમાણે ઢોલ અને લેઝીમના નૃત્ય અને તિરંગા યાત્રા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.

Share

Related posts

Hardik Pandya લેવા જઈ રહ્યો છે છૂટાછેડા? 4 વર્ષના લગ્નજીવનમાં ખટાશ!

gujaratjanekta

દારૂબંધીના નામે પોલિસને ખુલ્લેઆમ ચેલેન્જ કરતો નશામાં ધૂત વ્યક્તિ : જુઓ VIDEO

gujaratjanekta

ઝાલોદ PHC સેન્ટર ખાતે રાષ્ટ્રપતિ દ્રોપદી મુમુઁના ઈ.લોકાર્પણ આયુષ્યમાન ભવ:કાર્યક્રમ જોવામાં આવ્યો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial