Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News education

ઝાલોદ નગર માંથી નકલી લેટર પર લાકડાની હેરફેર કરતી ટ્રક ઝડપાઇટ્રકનું ફિટનેસ લથડેલુ તેમજ ઓવરલોડ લાકડા ભરેલ હોવાની શંકા

 

પંકજ પંડિત

ઝલોદ વન વિભાગ દ્વારા પ્રતિબંધિત લાકડાની હેરફેર કરતા હોવાની શંકાને આધારે ફતેપુરા રોડ પરથી લાકડા ભરેલી એક ટ્રક વન અધિકારી ભાવેશ સિંઘવ દ્વારા રોકીને અટકાયત કરી હતી. વન અધિકારી દ્વારા તપાસ કરાતા તેમાં પ્રતિબંધિત લાકડું ન હતું પરંતુ લાકડાની હેરફેર કરવા માટે વપરાતો લેટર નકલી હતો જેથી આ ટ્રકની જાણકારી મામલતદારને કરી આ ટ્રક પોલિસ સ્ટેશન ખાતે મુકવામાં આવ્યો હતો.જાણવા મળેલ સૂત્રો મુજબ કોઈ પણ પાસ કે પરવાનગી વગર ગેરકાયદેસર રીતે લાકડાની હેરાફેરી કરતો ટ્રકની અટકાયત કરાયેલ છે. આ ટ્રક ગ્રામ પંચાયત શંકરપુરાના સરપંચ સુરેશકુમાર ડામોર દ્વારા આપેલ છે તેવું ઝડપાયેલ ટ્રક ડ્રાઇવરનુ કહેવુ હતું. ટેલીફોનીક રીતે શંકરપુરા સરપંચ સાથે વાત કરતા તેઓએ કહ્યું હતું કે 12-05-2025 ના રોજ કોઈ પણ લાકડા ભરેલ ટ્રકને કોઈ લેટર લખીને આપ્યો નથી જેથી લેટરની તારીખ સાથે ચેડાં થયેલ હોવાની શંકાને આધારે આ લાકડા ભરેલ ટ્રક મામલતદારને જાણ કરી પોલિસ સ્ટેશન ખાતે મુકવામાં આવેલ છે.જાણવા મળેલ સૂત્રો મુજબ આ ટ્રક ફિટનેસ સર્ટિફિકેટ ધરાવતુ નથી તેમજ આ ટ્રક ઓવરલોડ ભરેલ છે અને નકલી લેટરના આધારે આ ટ્રકમાં લાકડાની હેરફેર થઈ રહેલ છે. હવે તપાસનો વિષય એ છે કે આ ટ્રક માલિક કે કોઈ મળતીયા દ્વારા કેટલી વાર આવી રીતે લાકડાની હેરફેર કરેલ હશે તેમજ ગેરકાયદેસર રીતે આ લાકડાનો માલ ક્યાં થી આવે છે અને કયા મળતીયાઓ આવી રીતે લાકડાની હેરફેર કરાવે છે. હવે જોવાનું રહ્યું ઝાલોદ મામલતદાર આ ગેરકાયદેસર રીતે નકલી લેટર પર લાકડાની હેરફેર કરે છે તેના પર કેવા પગલાં લઈ તપાસ કરે છે.

Share

Related posts

મહીસાગર જીલ્લા પોલીસ વિભાગ દ્વારા વાહનચોરી અને મોબાઇલ ચોરીની ફરીયાદ અંગે “e – fir” એપ્લીકેશન માધ્યમનો શુભારંભ

gujaratjanekta

વલસાડ વિભાગના વાપી ડેપોના મહિલા કર્મચારીની સતર્કતા થી 15 હજાર રૂપિયા ભરેલું પાકીટ મૂળ માલિક ને પરત કરાયું

gujaratjanekta

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજના પ્રદેશ હોદ્દેદારોની વરણી – જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial