Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News education

ઝાલોદ જી.ઈ.બી પાસે અર્ટિગા અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા ચાર લોકોને ઈજા

પંકજ પંડિત

ઝાલોદ નગરના જી.ઈ.બી ઓફિસની સામેથી તારીખ 11-05-2025 ના રોજ અંદાજીત બપોરના 4:30 વાગે એક રીક્ષા GJ-20-W-8218 ત્રણ પેસેન્જર બેસાડી સુખસર રોડ તરફ જઈ રહેલ હતી તેવામાં એક મારુતિ અર્ટિગા GJ-20-AH-5329 સુખસર રોડ તરફ થી પુર ઝડપે આવી રીક્ષાને અડફેટે લીધી હતી. રિક્ષાને અડફેટે લેતા રીક્ષા પલ્ટી ખાઈ ગયેલ હતી. રિક્ષા પલ્ટી ખાઈ જતાં રીક્ષા ડ્રાઇવર તેમજ રીક્ષામાં બેસેલ ત્રણ પેસેન્જરોએ બૂમાબૂમ કરી મૂકેલ હતી જેથી ત્યાં થી પસાર થતા આવતા જતા વાહનો ઉભા રહી અકસ્માત થયેલ લોકોને રિક્ષા માંથી બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ દ્વારા તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ઝાલોદ સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવેલ હતા. બે મહિલા તેમજ બે પુરુષોને ઈજાઓ થતાં ઝાલોદ સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે તેઓને સારવાર કરવામાં આવી હતી. અકસ્માત સર્જી મારુતિ અર્ટિગાનો ડ્રાઇવર ગાડી મૂકી ફરાર થઈ ગયેલ હતો. આ અંગે ઝાલોદ પોલીસે અર્ટિગા ચાલક વિરૃધ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરેલ છે.

Share

Related posts

આજે PM અંબાજીમાં 7200 કરોડથી વધુના મૂલ્યના વિવિધ વિકાસ યોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરશે

gujaratjanekta

ત્રણેય સભાની અંદર વડાપ્રધાને જૂનો નારો યાદ કરતા કહ્યું, અબ કી બાર… લોકોએ કહ્યું મોદી સરકાર…

Admin

કોઈપણ સ્વાર્થ વગર ગોધરામાં છેલ્લા 14 વર્ષથી હિન્દુ ગરીબ વિધ્યાર્થીઓને નિ:શુલ્ક શિક્ષણ આપતા મુસ્લિમ યુવા શિક્ષક એટલે ઈમરાન સાહેબ – જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial