Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News education

ઝાલોદ તાલુકાના ચાકલીયા પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી 30,57,240 રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી દાહોદ એલ.સી.બી પોલિસ

પંકજ પંડિત

દાહોદ જિલ્લા પોલિસ અધિક્ષક ડૉ.રાજદીપસિંહ ઝાલા દ્વારા પ્રોહીની અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે સુચના આપેલ હતી તે અન્વયે દાહોદ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચના પોલીસ ઈન્સ્પેક્ટર એસ.એમ.ગામેતીની સૂચના મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.આર.બારૈયા, પો.ઈ એસ.જે.રાઠોડ, પો.ઈ આર.જે.ગામીત અને પો.ઈ એન.બી.પરમાર તેમજ એલ.સી.બીની ટીમ ચાકલીયા પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમા નીકળેલ હતા તે દરમિયાન બાતમી મળેલ હતી કે આઇસર કંપનીના વેક્યૂમ ટેન્ક GJ-02-AT-7031 મા ઇંગ્લીશ દારૃ ભરી મધ્યપ્રદેશ બાલવાસા બાજુથી નીકળી ચાકલીયા,લીમડી, લીમખેડા,ગોધરા થઈ વડોદરા તરફ જનાર છે.
દાહોદ એલ.સી.બી બાતમીના આધારે ચાકલીયા પોલિસ સ્ટેશન વિસ્તારના આદિત્ય હોટલ સામે મધ્યપ્રદેશ થી આઈસર ટેન્કર આવી રહેલ હતું. આઈસર ટેન્કર આવતા પોલિસ દ્વારા રોકી તલાસી લેવામાં આવી હતી. પોલિસ તલાસી લેતા ચોંકી ઉઠી હતી. આ ટેન્કરમા મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો જોવા મળ્યો હતો. એલસીબી પોલિસ દ્વારા ડ્રાઇવર જૈસારામ કરનારામ મેગવાલ ( ચૌહાણ ) ની અટકાયત કરવામાં આવી હતી. દાહોદ એલસીબી દ્વારા ટેન્કરની તલાસી લેતા ટેન્કરમાંથી વિદેશી દારૂની કુલ 422 પેટી જેમાં કુલ 17316 નંગ બોટલ હતી જેની અંદાજિત કિંમત 30,57,240 તેમજ હેરાફેરીમા ઉપયોગમાં લીધેલ ટેન્કર જેની કિમત 20,00,000 થઈ કુલ 50,57,240 રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો મુદ્દામાલ સાથે જપ્ત કરી સફળતા મેળવી હતી.

Share

Related posts

ભારત અને બાંગ્લાદેશ બોર્ડર પર ફાયરિંગ થયું, જાણો શું હતું કારણ?

Admin

1 ડીસેમ્બરે પીએમ મોદી પંચમહાલમાં જંગી સભાને સંબોધશે, ગત વખતે 2017માં થઈ હતી સભા

Admin

વડોદરામાં PM મોદીની સભા સ્થળ બહાર મુકાયેલું 71 ફુટ ઉંચુ કટાઉટ ફાટ્યું, હલકી કામગીરી ખુલ્લી પડી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial