સંકેત પંડ્યા – એડિટર
બોડેલી નગરમાં વહેલી સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે જેને લઇ નગરના ચોતરફ જળબંબાકાર સ્થિતિનું નિર્માણ થયું છે જ્યારે વરસાદના પગલે જનજીવન અસ્ત વ્યસ્ત થયું છે સવારના ૬ વાગ્યાથી બપોરના ૬ વાગ્યા સુધી ૧૭ ઇંચ થી વધુ વરસાદ ખાબક્યો છે જ્યારે નીચાણવાળા વિસ્તારમાં રહેતા રહીશોનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે આ ઉપરાંત વરસાદના પગલે તંત્ર પણ એલર્ટ છે બોડેલી, અલીપુરા, ઢોકલીયા સહિત આસપાસના વિસ્તારોમાં આજે વહેલી સવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે જ્યારે નગરના ચારેતરફ જળબંબાકાર સ્થિતિનું નિર્માણ થયું છે બોડેલી સહિત સમગ્ર તાલુકામાં આજે સવારના ૬ વાગ્યાથી બપોરના ૬ વાગ્યા સુધી ૧૭ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે જ્યારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં આવેલ દુકાનો તેમજ ઘરોમાં પાણી ભરાતા રહીશો તેમજ દુકાનદારો મુશ્કેલીમાં મુકાયા હતા બોડેલી મેઈન બજાર, ઢોકલીયા, અલીપુરા સહિત અનેક નગરમાં પાણી ભરાયા હતા જ્યારે ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવા જેવી સ્થિતિ તંત્રની થઈ હોઈ તેમ લાગી રહ્યું છે અલીપુરા ચાર રસ્તા પાસે આવેલ નાળુ તંત્રએ સાફ કરવાની કામગીરી હાથ ધરી હતી અત્રે ઉલ્લેખનીય છે બોડેલીના ઢોકલીયામાં આવેલ રજાનગર સોસાયટીમાં દર ચોમાસામાં વર્ષોની જેમ પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી જેને લઈ લોકો મુશ્કેલીમાં મુકાયા હતા વરસાદના પગલે બોડેલી નગરના બન્ને ગરનાળામાં પાણી ભરાતા એક ગરનાળાના માર્ગને બંધ કરવામાં આવ્યા હતો આ ઉપરાંત વરસાદના કારણે તાલુકાના અનેક માર્ગ બંધ થયા હતા જ્યારે બોડેલીના તાંદલજાના માર્ગ પણ પાણી ભરાતા વાહનવ્યવહાર બંધ થયો હતો જ્યારે વરસાદે તંત્રની પ્રિ મોન્સૂનની કામગીરીની પોલ ખોલી હતી રામગર, રજા નગર, કુંભારવાડા સહિત નગરની અનેક સોસાયટીમાં પાણી ભરાયા હતા જ્યારે અલીપુરા ચાર રસ્તા પર પાણીનો ભરાવો થતા વાહનવ્યવહારને પણ અસર થવા પામી હતી જ્યારે વરસાદમાં પગલે વહીવટી તંત્ર પણ એલર્ટ જોવા મળ્યું હતું બોડેલી પ્રાંત અધિકારી ઉમેશ શાહ, મામલતદાર સહિતના અધિકારીઓ સતત મોનીટરીંગ સહિત બચાવની કામગીરી કરી રહ્યા હતા બોડેલી સહિત આસપાસના વિસ્તારોમાં મેઘ તાંડવ જોવા મળી રહ્યું છે ત્યારે ઢોકલીયા વિસ્તારના રજા નગર અને દીવાન ફળિયામાં પાણી ભરાતા બેટમાં ફેરવાયા હતા જ્યારે રહીશોને મકાનો પાણીમાં મુકાયા હતા જેને લઈ અનેક લોકોનો ઘરવખરી સમાન સહિત અનાજ ચીજવસ્તુઓ પાણીમાં ગરકાવ થતા અનેક પરિવાર મુશ્કેલીમાં મુકાયો હતો આ ઉપરાંત વહીવટી તંત્રના ઉમેશ શાહ બોડેલી મામલતદાર તેમજ અધિકારીઓ સહિત બોડેલી પીએસઆઇ એ.એસ સરવૈયા બચાવની કામગીરીમાં ઉતર્યા છે જ્યારે બોડેલી મામલતદારના જણાવ્યા અનુસાર તંત્ર દ્વારા ૪૦ લોકોનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે લઈ જવાયા છે આ લખાઈ છે ત્યારે બોટ દ્વારા તંત્ર સતત બચાવની કામગીરી કર્યું રહ્યું છે આ ઉપરાંત ૨ એસ.ડી.આર.એફ, ૧ અગ્નિશામક દલ દ્વારા દ્વારા બચાવ અને રાહત કાર્ય કરવામાં આવી રહ્યા છે

