Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકા ધારાસભ્ય મહેશ ભુરીયા દ્વારા ૪ કરોડ ૬૭ લાખ ખર્ચે સ્કૂલના નવીનઓરડા ખાતમુર્હુત કર્યું.

પંકજ પંડિત

ઝાલોદ કાળીમહુડી , મોટી હાંડી , નાની હાંડી , પારેવા અને આંબા પ્રાથમિક શાળાનું ખાતમુર્હુત કરવામાં આવ્યુંઝાલોદ 130 વિધાનસભાના ધારાસભ્ય દ્વારા 30-04-2025 બુધવારના રોજ પાંચ અલગ અલગ વિસ્તારોમાં પ્રાથમિક શાળાઓનુ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુંઝાલોદ 130 વિધાનસભાના ધારાસભ્ય મહેશ ભૂરીયાનુ સ્વાગત અલગ અલગ સ્કૂલોમાં ગ્રામજનો , સરપંચ, આગેવાનો તેમજ સ્કૂલોના આચાર્યો દ્વારા કરવામાં આવ્યું હતું. આજરોજ ધારાસભ્ય મહેશ ભૂરીયા દ્વારા કાળી મહુડી ગામે કાળીમહુડી પ્રાથમિક શાળામાં ૮૮ લાખના ખર્ચે ૮ નવીન ઓરડાનું ખાતમુર્હૂત કરવામાં આવ્યું , મોટી હાંડી ગામે મોટી હાંડી પ્રાથમિક શાળામાં ૪૪ લાખના ખર્ચે નવીન ૪ ઓરડાનું ખાતમૂર્હત કરવામાં આવ્યું,નાની હાંડી ગામે નાનીહાંડી પ્રાથમિક શાળામાં એક કરોડ ૧૬૫ લાખના ખર્ચે નવીન ૧૫ ઓરડા નું ખાતમૂર્હત કરવામાં આવ્યું,પારેવા ગામે પારેવા પ્રાથમિક શાળામાં ૯૯ લાખ રૂપિયાના ખર્ચે નવીન ૯ ઓરડાનું ખાતમૂર્હત કરવામાં આવ્યું,આંબા ગામે અંબા પ્રાથમિક શાળામાં ૭૧ લાખના ખર્ચે નવીન ૬ ઓરડા નું ખાતમૂર્હત કરવામાં આવ્યુંઝાલોદ વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ વિવિધ ગામ ખાતે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને વધુ સારી સુવિધા મળી રહે તે હેતુથી સમગ્ર શિક્ષા અંતર્ગત રૂ.૪૬૭ લાખના માતબર ખર્ચે ૪૨ ઓરડાઓનું ખાતમુહૂર્ત કર્યું.આ નવીન ઓરડાઓનું સકારાત્મક અને ઉર્જાસભર વાતાવરણ વિદ્યાર્થીઓના ભણતરને વધું સુદ્રઢ બનાવશે.આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય લલિતભાઈ ભુરીયા, કૃષ્ણરાજ ભુરીયા,તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી,તાલુકા સદસ્ય,સરપંચ શાળાના આચાર્ય અને સ્ટાફગણ તથા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

Share

Related posts

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ-ઝાલોદ નગર દ્વારા સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે શ્રી વિજયા દશમી ઉત્સવ અને પથ સંચલન નું આયોજન કરવામાં આવ્યું

gujaratjanekta

T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડીયાનું એલાન, રોહિત શર્મા કેપ્ટન, 15 ખેલાડીઓમાં કોને સ્થાન?

gujaratjanekta

લીમડી પો.સ્ટેશનમા પ્રોહીના ગુનામાં બે વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી દાહોદ એસ.ઓ.જી પોલીસ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial