Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

કડાણા જળાશય યોજનાના પુનઃ વસવાટનો મામલો આક્રમક : ૨૫૮ અસરગ્રસ્તોની ચૂંટણીનો બહિષ્કાર અને હડતાલ પર બેસવાની ચીમકી !

સાહિલ શેખ – પત્રકાર

કડાણા જળાશય યોજના હેઠળ અસરગ્રસ્ત એ 258 પરિવારોની જમીન દબાણ વિસ્તારમાં જતા ઘરવિહોણા થઈ ગયા હતા. 1983 થી 2022 સુધીના લાંબા વર્ષો પછી પણ એ 258 અસરગ્રસ્ત પરિવારોને આજ દિન સુધી એમના એ પ્રશ્નોનો નિકાલ કરવામાં આવ્યો નથી. આટલા વર્ષો સુધી દિલ્હીથી માંડીને ગાંધીનગર સુધીનું એક પણ ખાતું એવું નહીં હોય જ્યાં રજૂઆત ન કરી હોય. તમામ નાના મોટા કહેવાતા નેતાઓ હોય કે પછી સરકારી અધિકારીઓ હોય એ તમામે તમામ પાસેથી ગોળ ગોળ જવાબ આપવામાં આવે છે પરંતુ આજ દિન સુધી તેમની જમીનના વળતર સામે સરકારી જમીનમાં હક અને અધિકાર આપવામાં આવ્યો નથી. થોડા દિવસ અગાઉ સંતરામપુર તાલુકાના પાદેડી ગામે અને સંત ગામે 7/12 ની નકલ કાઢીને આ તમારી જમીન છે તેમ કહી દેવામાં આવ્યું હતું પરંતુ ૭/૧૨ ની નકલમાં કોઈપણ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવેલો ન હોવાનું અસરગ્રસ્તોનું કહેવુ છે !! આજદિન સુધી 258 પરિવારો ન્યાય માટે અને પોતાના હક માટે 40 થી 45 વર્ષોથી કચેરીઓમાં ધક્કા ખાય છે.

સંતરામપુર તાલુકાના તલાદરા, ભંડારા, ચિતવા જેવા સંખ્યાબંધ ગામોના અસરગ્રસ્તો આજે પણ પોતાની જમીન ગુમાવીને નાની સરખી ઝૂંપડી બનાવીને રહેવા મજબૂર બન્યા છે પરંતુ આજ દિન સુધી તેમના પ્રશ્નોનો નિકાલ કરવામાં આવ્યો નથી. મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીના અધ્યક્ષ સ્થાને કડાણા જળાશય યોજનાની 67 અને 191 એમ કુલ મળીને 258 અસરગ્રસ્તો દ્વારા જમીન મેળવવા બાબતે રજુઆત પણ કરવામાં આવી હતી પરંતુ તેનો આજદિન સુધી નિકાલ થઈ શક્યો નથી.

આ ડેમ સંતરામપુર તાલુકા અને અન્ય જિલ્લાઓમાં લોકોને પીવાનું પાણી પૂરું પાડે છે ત્યારે એ અસરગ્રસ્ત જમીન ગુમાવનારાઓને આજ દિન સુધી વળતર ચૂકવવામાં આવેલું નથી.
પુનઃ વસવાટ માટે શહેરા તાલુકાનાં વર્ષો પહેલા ડેમલી ગામે તેઓને જમીન ફાળવેલી છે પરંતુ તે જગ્યાએ પહેલાથી જ ત્યાના લોકો વસી રહેલા હતા અને અસરગ્રસ્તોને વળતર ચૂકવવાના બહાને ગેરમાર્ગે દોરવામાં આવેલા હતા તથા આ અસરગ્રસ્તો ફાળવેલી જમીનમાં રહેવા જતા ત્યાંના લોકોએ તેમને ભગાડી મુકેલા હતા. આ બાબતે પણ આ અસરગ્રસ્તો આજ દિન સુધી લડી રહેલા છે પરંતુ કોઈ રાજકીય નેતા કે સરકારી કર્મચારી નિકાલ કરવા તૈયાર નથી.

આ વખતે અસરગ્રસ્તો દ્વારા કહેવાયુ છે કે સંતરામપુર તાલુકામાં જ્યાં પણ સરકારી જમીન હશે અને અમોને હકપત્ર નહીં આપવામાં આવે તો પણ અમે પોતાની રીતે કબજો કરી લઇશું અને તેની જવાબદારી હવે સરકારની રહેશે. અમને અમારો હક મળવો જોઈએ. આ સાથે આજ રોજ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

Share

Related posts

ભારતી સંચાલિત ગોપાલભાઈ ધાનકા એમ.એસ. ડબલ્યુ કોલેજ નગરાળા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી

gujaratjanekta

ઝાલોદ ખેતી માટે બનાવવામાં આવેલ કેનાળો સાફ સફાઈના અભાવે ખેડૂતોને ખેતી માટેના પાણી માટે વલખાં

gujaratjanekta

ઝાલોદ એ.પી.એમ.સીના સેક્રેટરી નિવૃત્ત થતા ધારાસભ્ય મહેશ ભૂરીયાના હસ્તે વિદાય સમારંભ યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial