Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરા તાલુકાના ભોજેલાથી શરણૈયા ગામે સાસરીમાં ગયેલા 56 વર્ષીય આધેડની લાશ ગવાડુંગરા કૂવામાંથી મળી આવી

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

ફતેપુરા પાણી વગરના 60 ફૂટ ઊંડા કૂવામાં ખાબકેલો આઘેડ દારૂનો વ્યસની હોય અકસ્માતે કુવામાં પડ્યો હોવાનું અનુમાસુખસર પંથકમાં અકસ્માતે કુવામાં પડી મોતને ભેટતા તેમજ કુવાઓ માંથી મળી આવતી કેટલાક શંકાસ્પદ મોતના બનાવો સામાન્ય બાબત થઈ ચૂકી છે.જોકે વર્ષ 2011 થી હાલ સુધીમાં કુવાઓ માંથી તેમજ બિનવારસી લાશો મળી આવવાના 6 ડઝન ઉપરાંતના બનાવો બની ચૂકેલા છે.જેમાં મંગળવારના રોજ વધુ એક બનાવ ભોજેલાના 56 વર્ષીય સાસરીમાં ગયેલા આઘેડની લાશ ગવા ડુંગરા કૂવામાંથી મળી આવી છે.જાણવા મળેલ વિગતો મુજબ ફતેપુરા તાલુકાના ભોજેલા ગામે લીમડુંગરી ફળિયામાં રહેતા ચંદુભાઈ ઉર્ફે સંતુ જેતાભાઈ ચારેલ ઉંમર વર્ષ 56 નાઓ 26 એપ્રિલના રોજ પોતાની સાસરી શરણૈયા ગામે 14 વર્ષીય પુત્રી સંગીતાબેન સાથે ભત્રીજીના લગ્ન પ્રસંગમાં ગયેલ હતા.ત્યારબાદ ચંદુભાઈ રાત્રિના 8:30 વાગ્યાના અરસામાં નશો કરેલી હાલતમાં આવી પુત્રીને જણાવેલ કે,બાજુમાં ડી.જે વાગે છે ત્યાં નાચીને પરત આવું છું.તેમ જણાવી ડી.જે માં નાચવા માટે ગયા હતા.પરંતુ સવાર સુધી ચંદુભાઈ પરત નહીં આવતા પુત્રી તથા ઘરના અને સાસરીના લોકોએ અનુમાન લગાવેલ કે ચંદુભાઈ ક્યાંક મજૂરી કામે નીકળી ગયા હશે અને તેઓ પરત આવતા રહેશે તેમ માની શોધખોળ કરેલ ન હતી.જો કે ચંદુભાઈની પત્ની 14 વર્ષ અગાઉ કુદરતી રીતે મરણ ગયેલ છે. અને તેઓને સંતાનમાં એક 14 વર્ષની પુત્રી છે.જ્યારે 29 એપ્રિલના રોજ સાંજના મૃતકના સાળાના મકાન પાસે ગવાડુંગરા ગામે કુવામાં કોઈ અજાણ્યા વ્યક્તિની લાશ હોવાની વાત ફેલાતા ગામ લોકો કુવા ઉપર ઉમટી પડ્યા હતા.અને કુવામાં લાશ હોવા બાબતે સુખસર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે જઈ લાશનો કબજો મેળવી લાશને સુખસર સરકારી દવાખાનામાં પી.એમ અર્થે મોકલી આપવામાં આવી હતી.જો કે લાશ કોહવાઈ ગયેલ હાલતમાં હતી પરંતુ મૃતકની લાશ ઉપર પહેરેલ કપડા ઉપરથી પુત્રી સંગીતાબેને પિતાની લાશને ઓળખી બતાવતા પરિવારને જાણ કરવામાં આવી હતી.અને લાશનુ સુખસર સરકારી દવાખાનામાં પી.એમ કરવામાં આવ્યું હતું.ઉપરોક્ત બનાવ સંબંધે મૃતકના ભાઈ કનુભાઈ જેતાભાઈ ચારેલે સુખસર પોલીસ સ્ટેશનમાં જાણ કરતા મૃતકની લાશને સુખસર સરકારી દવાખાનામાં પી.એમ અર્થે મોકલી આપી હતી અને પી.એમ બાદ લાશનો કબજો તેમના વાલીવારસોને સોંપી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

Share

Related posts

પંચશીલ કોલેજ ગોધરાના NSS વિભાગના વાર્ષિક શિબિરનો ઉદ્દઘાટન સમારોહ,ગોવિંદી પ્રાથમિક શાળા ખાતે યોજાયો

gujaratjanekta

દાહોદ જિલ્લાના નઢેલાવ ગામે અગાઉના ઝઘડાની અદાવત રાખી બે ઈસમોએ લાકડી વડે તથા ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી

gujaratjanekta

વડોદરામાં કોરોનાના નવા વેરિઅન્ટ BF.7ને લઈને જાણો શું કરાઈ છે વ્યવસ્થા

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial