Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે પહેલગાંવ ખાતે આતંકવાદના કૃત્યને વખોડી મુસલમાન ઘાંચી સમાજ ફતેપુરા દ્વારા મૌન રેલી કાઢવામાં આવી

ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા

મામલતદાર ફતેપુરાને આવેદનપત્ર આપી આંતકવાદીઓને તથા કૃત્યમાં સામેલ તમામ દોષીઓને કડકમાં કડક સજા થાય માંગણી મુજબનું આવેદનપત્ર આપવામાં આવ્યું
જમ્મુ કાશ્મીરના પહેલગાંવ ખાતે તાજેતરમાં થયેલ અમાનવીય અને હિન આંતકવાદી હુમલામાં નિર્દોષ દેશબંધુઓની હત્યા કરવામાં આવેલ છે જે ખરેખર દુઃખદ ઘટના છે અને આંતકવાદીઓના આવા અ માનવીય હિન અને જધન્ય કૃત્ય ને મુસલમાન સમાજ ફતેપુરા તરફથી સખત શબ્દોમાં વખોડી કાઢી  છે અને તેની આંકરા શબ્દોમાં નિંદા કરવામાં આવે છે આ ઘટનામાં મૃતક દેશ બાંધવોને હૃદય પૂર્વક શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે અને તેમના પરિવારના સભ્યોને અચાનક આવી પડેલ આપત્તિ સહન કરવાની ઈશ્વર અલ્લાહ શક્તિ આપે તેવી દુઆ પ્રાર્થના કરવામાં આવે છે આવું અમાનવીય અને હીન કૃત્ય આચારનાર આંતકવાદીઓને તેમજ આ ઘટનામાં સામેલ તમામ દોષીઓને તાત્કાલિક પકડી અને જલ્દીમાં જલ્દી સખત સજા થાય તેવી મુસલમાન સમાજ ફતેપુરા તરફથી માંગણી કરવામાં આવે છે અને આ અંગે કેન્દ્ર સરકાર તરફથી જે કંઈ કડકમાં કડક કાર્યવાહી થાય તથા પગલાંમાં લેવામાં આવે તેને અમારું સમર્થન જાહેર કરવામાં આવે છે ભારત દેશમાં એકતા શાંતિ અને ભાઈચરો કાયમ રહે તેવી ઈશ્વર અલ્લાહ થી પ્રાર્થના દુઆ કરવામાં આવે છે મુજબનું આવેદનપત્ર ફતેપુરા મુસલમાન ઘાંચી સમાજ ના પ્રમુખ અબ્દુલ રજાક પટેલ અને ઉપપ્રમુખ ઈદરીશભાઈ ગુડાલાની આગેવાની હેઠળ મેન બજાર મસ્જિદ આગળથી મૌન રેલી કાઢી મામલતદારને કચેરી આવી નાયબ મામલતદાર ભાભોરને ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહને ઉદ્દેશીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું નાયબ મામલતદાર ભાભોરે આવેદન પત્ર સ્વીકારી સરકારશ્રીમાં મોકલી આપવાની ખાતરી આપેલ હતી ફતેપુરા પી આઈ ખાટ ની આગેવાની હેઠળ પોલીસે પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો

Share

Related posts

મહીસાગર જિલ્લામાં અંદાજે ૧.૩૭ લાખ બાળકોને ૫૫૦ બુથ પર પોલીયોના ટીપા પીવડાવાશે

gujaratjanekta

ગોધરા ખાતે રાજ્યસભા સાંસદશ્રી ડૉ.જસવંતસિંહ પરમારના અધ્યક્ષસ્થાને આઈ.ટી.આઈ.આચાર્યશ્રીઓ સાથે બેઠક યોજાઇ

gujaratjanekta

શ્રી સોમનાથ મંદિર ખાતે માસિક શિવરાત્રી દરમિયાન ભવ્ય આયોજન .

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial