Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક  કાશ્મીરના પહેલગામમાં હિન્દુઓ ઉપર થયેલ આતંકવાદી હુમલાના વિરોધમાં બંધ

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

ફતેપુરાતારીખ 27 એપ્રિલ 2025 ના રોજ ફતેપુરા બંધનું એલાન સનાતન હિન્દુ રક્ષક સમિતિ ફતેપુરા દ્વાર જમ્મુ કાશ્મીરમાં પહલગામ સ્થિત બેસરન ખિણમાં થયેલ આતંકી હુમલામાં 28 પર્યટકોની કૃરતા પૂર્વક હત્યાથી ગુજરાત સહિત દેશમાં ગુસ્સો અને માતમ છવાયો છે.આ બરબર અને કાયર કૃત્યનો યોગ્ય જવાબ આપવા દેશની જનતાની માંગ ઉઠી રહી છે. આ જનધ્ય કૃત્યને વખોડી કાઢવા માટે ફતેપુરા બંધનું એલાન આપવામાં આવેલ છે.  તારીખ 27/4/2025 ના રોજ ફતેપુરા ગામ બંધનું એલાન આપવામાં આવેલ છે.કાશ્મીરના પહલગામમાં હિન્દુઓ ઉપર થયેલ આતંકવાદી હુમલાના વિરોધમાં રવિવારના  રોજ સનાતન હિન્દુ હિત રક્ષક સમિતિ ફતેપુરા  બંધનું એલાન આપવામાં આવ્યું છે.જેમાં સવારના 10:00 કલાકે ફતેપુરાના રામજી મંદિરથી વિશાલ હિન્દુ આક્રોશ રેલી સવારે 11:00 કલાકે 28 હુતાત્માઓને આત્માને શાંતિ માટે 28 હનુમાન ચાલીસા ના અખંડ પાઠ તથા સાંજે 7:00 કલાકે કામેશ્વર મહાદેવ મંદિર ના ચોકમાં આતંકવાદી હુમલાનો ભોગ બની મોતને ભેટેલ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ પણ રાખવામાં આવેલ હોવાનું જાણવા મળે છે.આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હિન્દુ સમાજના સભ્યો હાજર રહેનાર હોવાનું ફતેપુરા સનાતન હિન્દુ હિત રક્ષક સમિતિના સભ્યો દ્વારા જાણવા મળે છે.

Share

Related posts

લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ લધુતમ સુવિધાઓ અંતર્ગત ધાનપુર મામલતદાર કચેરી ખાતે મામલતદાર શ્રી રાકેશ મોદીનાઅધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ

gujaratjanekta

ભગવાન પરશુરામનો જન્મોત્સવ અક્ષય તૃતીયા ની મધ્ય ગુજરાતમાં થયેલી ભવ્યાતી ભવ્ય ઉજવણી

gujaratjanekta

અમદાવાદમાં એક જ મહિનામાં 80 ઢોર માલિકો સામે પોલીસે કર્યા કેસ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial