Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરા તાલુકા કન્યા શાળા ખાતે તાલુકા કક્ષાનુ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

ફતેપુરા તાલુકા કન્યાશાળા ખાતે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દાહોદ સંચાલિત બી.આર.સી ભવન ફતેપુરા દ્વારા આયોજિત તાલુકા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન ધારાસભ્ય રમેશભાઈ કટારા ની અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતુંફતેપુરા તાલુકા કન્યાશાળા ખાતે દાહોદ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દાહોદ સંચાલિત બી.આર.સી ભવન ફતેપુરા દ્વારા તાલુકા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન નું આયોજન ધારાસભ્ય રમેશભાઈ કટારા ની અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યું હતું. તાલુકા ના 23 કલસ્ટર ના પાંચ વિભાગોમાંથી કુલ 115 કૃતિ અને 230 બાળ વૈજ્ઞાનિકો તેમજ 115 માર્ગદર્શક શિક્ષકોને પ્રોત્સાહિત કરી સન્માન વાનો આ અમૂલ્ય અવસર કન્યાશાળા અને બીઆરસી ભવન ફતેપુરા ખાતે યોજવામાં આવેલ હતો બાળ વૈજ્ઞાનિક મેળા નો લાભ લીધો હતો. જેમાં અલગ અલગ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી આ પ્રસંગે ધારાસભ્ય રમેશ કટારા અને દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ અમલીયાર એ બાળકોને ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભકામનાઓ આપી હતી ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીએ બાળકોને શુભેચ્છા આપતા જણાવ્યું હતું કે અહીં બેઠેલા બાળકો ભારતની આવતીકાલ છે આમાં કેટલાય વૈજ્ઞાનિકો બેઠા છે તો કેટલાક શું બનશે એ આપણને ખબર નથી પરંતુ એ ભારતનુ ભવિષ્ય છે તેવું જણાવ્યું હતું પ્રસંગે ધારાસભ્ય રમેશ કટારા તાલુકા વિકાસ અધિકારી યોગેશ બારીયા ભાજપા જિલ્લા પ્રમુખ શંકરભાઈ આંમલીયા તાલુકા પ્રમુખ ભરતભાઈ પારગી તેમજ પાર્ટીના વિવિધ હોદ્દેદારો શિક્ષણ સાથે સંકળાયેલા વિવિધ સંગઠનો ઉપસ્થિત રહ્યા હતા તે દરમિયાન બાળ વૈજ્ઞાનિક મેળામાં એક થી ત્રણ નંબર આવનારી શાળાઓના બાળકોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અહીં વિજેતા થનાર કૃતિઓ જિલ્લા કક્ષાએ લઈ જવામાં આવશે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે બીઆર બીઆરસી કોષો મુકેશકુમાર પટેલે કાર્યક્રમને સફળ બનાવવા માટે અથાગ પ્રયત્ન કર્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન તાલુકા કન્યાશાળા ના આચાર્ય દિનેશભાઈ પટેલે કર્યો હતો

Share

Related posts

ઝાલોદ નગરની નાસ્તા હાઉસો પર ગ્રાહકને પૂરતી સેવા ન અપાતા ગ્રાહકોમાં રોષગ્રાહકને નાસ્તો પ્લેટમા નહીં પણ કાગળમાં આપવામાં આવે છે

gujaratjanekta

સ્વસહાય જૂથોના માધ્યમથી બહેનો આત્મનિર્ભર બની: રમેશ કટારા

gujaratjanekta

એશિયાનો મોટો વિન્ટેજ કાર શો – વડોદરાથી સ્ટેચ્યુ સુધી રાજા રજવાડા સમયની વિન્ટેજ કારની રેલી, 100 વર્ષ જૂની વિન્ટેજ કાર

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial